લીલીયા આઇ.ટી.આઈ. ખાતે મહત્વપૂર્ણ વહીવટી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મામલતદાર એચ.બી. વાડા, ટીડીઓ વિક્રમસિંહ ગોહિલ અને સમાજ કલ્યાણ અધિકારી પ્રતિક સાવલિયા સહિત વિવિધ રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિમાં ચૂંટણીના સ્ટ્રોંગ રૂમનું સીલ ખોલવામાં આવ્યું હતું. આ તબક્કે ચૂંટણી ફરજમાં રોકાયેલા તમામ કર્મચારીઓને ઈ.વી.એમ. મશીનો અને જરૂરી ચૂંટણી સાહિત્યની સોંપણી કરવામાં આવી હતી. આ લોકશાહીના પર્વમાં શિક્ષણ, આરોગ્ય, પીજીવીસીએલ, પોસ્ટ અને પોલીસ વિભાગના કર્મચારીઓ ઉત્સાહભેર પોતાની ફરજ પર જવા રવાના થયા હતા. સમગ્ર આયોજનને સુચારૂ અને સફળ બનાવવા માટે સ્થાનિક મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયત કચેરીના સ્ટાફ અને કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.