ખાંભાના અનીડા ગામે મજૂરી કામ કરતા તિખલાભાઇ મુકામસિંહ ચૌહાણના ૨૦ વર્ષીય પુત્ર કિશોરભાઇ ગત તારીખ ૨૪/૦૩/૨૦૨૬ના રોજ સવારના આશરે આઠ વાગ્યાની આસપાસ અનીડાથી સાવરકુંડલા નોકરી પર જવાનું કહીને નીકળ્યા હતા. ત્યારબાદ તેઓ પરત ન ફરતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી પરંતુ આજદિન સુધી કોઈ ભાળ મળી નથી. આ અંગે ખાંભા પોલીસ મથકે અનાર્મ હેડ કોન્સ્ટેબલ એન.પી. સોલંકી દ્વારા વિધિવત ગુમ નોંધ દાખલ કરવામાં આવી છે. રાજુલા વિસ્તારમાં રહેતા ભીખુભાઈ જોખીયાની પુત્રી આફ્રીનબેન ગત તારીખ ૨૧/૦૪/૨૦૨૬ના રોજ બપોરે આશરે સવા એક વાગ્યે પોતાના ઘરેથી કોઈને પણ કહ્યા વગર ક્યાંક ચાલી ગઈ છે. આ બાબતે તેમના પિતાએ રાજુલા પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે.










































