કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK), જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, અમરેલી દ્વારા ૭ માર્ચ ૨૦૨૬ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ કેન્દ્રના વડા ડો. મિનાક્ષી કે. બારીયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. નારી શક્તિ મહોત્સવ ૨૦૨૬ અંતર્ગત ‘મજબૂત મહિલા, મજબૂત રાષ્ટ્ર’ વિષય પર
ડો. બારીયાએ વ્યાખ્યાન આપ્યું હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને ઇનર વ્હીલ ક્લબના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં અંદાજે ૨૦૦ જેટલી મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગના ભાગરૂપે કે.વી.કે.ના વૈજ્ઞાનિક ડો. નેહાબેન તિવારી દ્વારા સણોસરા ગામ ખાતે ‘ઓફ કેમ્પસ’ તાલીમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ‘કૃષિમાં મહિલા નેતૃત્વ ઉદ્યોગસાહસિકતા, સમાનતા અને સશક્તિકરણ’ વિષય પર યોજાયેલી આ તાલીમમાં ૫૦થી વધુ ખેડૂત બહેનો જોડાઈ હતી. મહિલાઓને આત્મનિર્ભર બનવા પ્રોત્સાહિત કરવામાં આવી હતી.









































