ગીર સોમનાથ જિલ્લાની એસઓજી પોલીસે સોશિયલ મીડિયા પર હથિયાર સાથે વીડિયો અપલોડ કરનાર યુવકને ઝડપી લીધો છે. કોડીનારના નગડલા ગામના સાજીદભાઇ અમલભાઇ બ્લોચ (૨૫) દેશી બનાવટની જામગરી બંદૂક સાથે વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતો હતો. એસઓજીની ટીમે કોડીનાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન આરોપીને પકડીને તેની પાસેથી દેશી બનાવટની જામગરી બંદૂક કબજે કરી છે. આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ અને જીપીએ ૧૩૫ હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, આવા કૃત્યોથી સામાન્ય નાગરિકોમાં ભય અને દહેશત ફેલાય છે, જે કાયદા મુજબ ગુનો બને છે.









































