સાવરકુંડલા તાલુકાના વંડા ગામની પી.પી.એસ. હાઇસ્કૂલમાં ઊર્જા, સંરક્ષણ અને વિકાસ અંગેનો સેમિનાર યોજાયો હતો. તા.૮ સપ્ટે.ના રોજ ડિસ્ટ્રીક્ટ કોમ્યુનિટી સાયન્સ સેંટર અમરેલીના ડાયરેકટર નીલેશભાઇ પાઠકની ઉપસ્થિતિમાં ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA) અંતર્ગત આ સેમિનાર યોજાયો હતો. કાર્યક્રમમાં ચેતનભાઇ પાઠક ઉપસ્થિત રહ્યા હતા. શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના ગ્રુપ કર્મયોગ વતી આચાર્ય સંજયભાઇ ચૌહાણે મહેમાનોનું સ્વાગત કર્યુ હતું. નિલેશભાઇ પાઠકે નવીનીકરણીય ઊર્જા અને ઊર્જા કાર્યક્ષમ ટેકનોલોજીને આર્થિક અને વ્યાવસાયિક રીતે વ્યવહારુ કેવી રીતે બનાવવા તે અંગે ઊર્જા ઉપરાંત વિજ્ઞાન શિક્ષણ, ગણિત સાથે મજા, વિજ્ઞાન રમતો, વિજ્ઞાન નાટકો, વિજ્ઞાન ક્વિઝ, અંધશ્રધ્ધા નિવારણ, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણનો વિકાસ, આરોગ્ય અને પોષણ જાગૃતિ વગેરે – ખગોળીય રમતો-“સર્જનાત્મક શિક્ષણ” વિશે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમનું સંચાલન રોહિતભાઇ ઓઝાએ કર્યું હતું.