અમરેલીમાં મમરાની થેલી લેવા જવાની નજીવી બાબતમાં માથાકૂટ થઈ હતી. બનાવ અંગે તરૂણ પ્રકાશભાઈ રાઠોડ (ઉ.વ.૨૬)એ મયંક જગદીશભાઈ મહેતા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમણે ફરિયાદીને દુકાને મમરાની થેલી લેવા જવાનું કહ્યું હતું. જેથી ના પાડતાં આરોપીએ તેમને ડાબી આંખ પર ઘુસતો માર્યો હતો. તેમજ છાતીમાં પાટુ મારી મુંઢ ઈજા પહોંચાડી હતી અને ‘તું ડેલીની બહાર નીકળ તને છરીના ઘોદા મારી દઈશ’ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અમરેલી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ વધુ તપાસ કરી રહ્યા છે.








































