વડીયાના મોટી કુંકાવાવ ગામેથી પોલીસે ચાર જુગારીને ઝડપી પાડ્‌યા હતા.
તેમની પાસેથી રોકડા રૂ. ૧૭,૭૦૦ જપ્ત કરવામાં આવ્યા હતા. જગદીશભાઇ ચંદુભાઇ સોલંકી, આકાશભાઇ પ્રતાપભાઇ સોલંકી, કમલેશભાઇ મધુભાઇ રાઠોડ તથા ઇલીયાસભાઇ સામતભાઇ રાઠોડ જાહેરમાં પૈસા તથા ગંજીપત્તાના પાનાથી હારજીતનો જુગાર રમી રમાડતાં રોકડા રૂ. ૧૭,૭૦૦ સાથે ઝડપાયા હતા.વડીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.પી. ધાંધલા વધુ તપાસ કરી રહ્યા છે.