૬૦ વર્ષની મહિલાએ ઇતિહાસ રચ્યો છે. આપણે લોકોના મોઢે તો સાંભળ્યુ જ હશે કે પોતાના સપના પુરા કરવાની કોઇ ઉમર નથી હોતી તે આજે સાચુ સાબિત થયુ છે. ૬૦ વર્ષની મહિલાએ મિસ યૂનિવર્સ બ્યુનસ આયર્સનો તાજ પોતાના નામે કર્યો છે. આ ઉમરમાં તેમણે ૨૦૨૪ નો તાજ પહેરીને ઇતિહાસ રચી દીધો છે. આટલુ જ નહી તે આગળ પણ વધુ પ્રગતિ કરવા માંગે છે.
આપને જણાવી દઇએ કે આર્જેટીનાની રાજધાની બ્યુનસ આયર્સમાં રહેનારી વકીલ,પત્રકાર એલેજાંદ્રા મારિસા રોડ્રિગ્ઝનીએ દુનિયાને બતાવી દીધુ છે કે સુંદર દેખાવાની કોઇ ઉમર હોતી નથી. તેણે ૩૪ સુંદર મહિલાઓને પાછળ છોડીને આ તાજ તેના નામે કરીને દુનિયાને ખૂબ મોટો સંદેશો આપ્યો છે. હવે તે આર્જેટીના માટે મિસ યૂનિવર્સમાં ભાગ લેશે. જા આમાં તેને સફળતા મળે તો તે મિસ યૂનિવર્સ ૨૦૨૪માં દુનિયા સામે આર્જેટીનું પ્રતિનિધિત્વ કરશે.
ગયા વર્ષે જ મિસ યૂનિવર્સ બ્યુટી કાન્ટેસ્ટમાં ભાગ લેવા માટે વય મર્યાદા હટાવી દેવામાં આવી છે. એ પહેલા મિસ યૂનિવર્સના ઉમેદવારની ઉમર૧૮ થી ૨૭ વર્ષની વચ્ચે રાખવામાં આવી હતી. આ નિર્ણયનો ફાયદો એલેજાંદ્રાને મળ્યો છે. તેણે મહિલાઓને મોટીવેટ કરતા કહ્યુ કે ‘ હું બધી મહિલાઓને કહેવા માંગુ છુ કે સુંદરતાની કોઇ ઉમર હોતી નથી. આપણી હિમંતથી આપણે બધી સમસ્યાનું નિરાકરણ લાવી શકીયે છે.
રોડ્રિગ્ઝ હવે ૨૫ મેના રોજ યૂનિવર્સ આર્જેંટીના પ્રતિયોગિતામાં ભાગ લેશે. તેમની સ્પર્ધા ૧૮ થી ૪૦ વર્ષની સુંદર મહિલાઓે સામે થશે. તેણે તેની જીત માટે કહ્યુ કે ‘ કદાચ મારી સફળતા પાછળનું કારણ મારું સિંગલ હોવું છે. હું બતાવવા માંગુ છું કે મહિલા સશક્તિકરણની કોઈ સીમા નથી હોતી, મને લાગે છે કે ન્યાયાધીશોએ મારા આત્મવિશ્વાસ અને જુસ્સા પર વધુ ધ્યાન આપ્યું હશે.