ભારતને ઘેરવા માટે ચીન લાંબા સમયથી પાકિસ્તાનને હથિયારો આપીને લશ્કરી રીતે મજબૂત કરી રહ્યું છે. ઈંટનો જવાબ પથ્થરથી આપતા ભારતે પણ તેના પડોશી દેશોને ખતરનાક હથિયારોની સપ્લાય શરૂ કરી દીધી છે.
દક્ષિણ ચીન સાગરમાં ડ્રેગનના વર્ચસ્વનો સામનો કરી રહેલા ફિલિપાઈન્સને આવતીકાલે એટલે કે શુક્રવારે ભારત તરફથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલોની પ્રથમ બેચ પ્રાપ્ત થશે. આવતીકાલે ભારતીય વાયુસેના દ્વારા તેની ડિલિવરી કરવામાં આવશે.
ચીનની કાર્યવાહીનો જવાબ આપવા માટે, ભારતે જાન્યુઆરી ૨૦૨૨માં બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલના વેચાણ માટે ફિલિપાઇન્સ સાથે એક મોટા કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ સાથે ફિલિપાઈન્સ બ્રહ્મોસ મેળવનાર પ્રથમ વિદેશી દેશ બની ગયો છે.
રિપોર્ટ અનુસાર, બ્રહ્મોસ મિસાઈલની આ સમગ્ર ડીલ ૨૭૦૦ કરોડ રૂપિયાની છે. આ ડીલ હેઠળ ફિલિપાઈન્સને બ્રહ્માસની ૩ મિસાઈલ બેટરી મળશે. તેને જે મિસાઈલ આપવામાં આવી રહી છે તેની સ્પીડ ૨.૮ સ્ટ્ઠષ્ઠર અને ૨૯૦ કિલોમીટરની રેન્જ છે.
ભારતીય નૌકાદળે ફેબ્રુઆરી ૨૦૨૩માં ફિલિપાઈન્સના ૨૧ નૌકાદળના જવાનોને આ મિસાઈલ ચલાવવા માટે તાલીમ પણ આપી છે. આ મિસાઈલો ફિલિપાઈન્સમાં પહોંચતા જ તેને ત્યાંના યુદ્ધ જહાજા પર તૈનાત કરવામાં આવશે. આનાથી ફિલિપાઈન્સને ચીન સામે મોટી ધાર મળશે.ઈન્ડોનેશિયા, વિયેતનામ, થાઈલેન્ડ અને મલેશિયા પણ વિશ્વની સૌથી ખતરનાક મિસાઈલ બ્રહ્મોસ ખરીદવા માટે ભારત સાથે વાતચીત કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે આ તમામ દેશોનો ચીન સાથે દરિયાઈ સરહદ વિવાદ છે, એટલે કે તેઓ ડ્રેગનને જવાબ આપવા માટે તેનો ઉપયોગ કરશે.
બ્રહ્મોસ મિસાઈલ સબમરીન, જહાજ, વિમાન અથવા જમીન પરથી લોન્ચ કરી શકાય છે. તેઓ ખૂબ જ ઓછી ઉંચાઈ પર ઉડે છે અને ઉડતી વખતે અચાનક તેમનો રસ્તો બદલી શકે છે. આ ફિચરને કારણે રડાર આ મિસાઈલને ટ્રેક કરી શકતા નથી. ભારતે આ મિસાઈલ લદ્દાખ-અરુણાચલમાં તૈનાત કરી છે, જેના પછી ચીન ડરી ગયું છે.