સુરત થી અમરેલી આવી રહેલી ખાનગી બસને ભરૂચના નબીપુરા પાસે અચાનક આગ લાગી હતી. બસની અંદર અંદાજે ૪૦ થી ૫૦ મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. જેવી બસમાં આગ લાગવાની જાણ થતાં તમામ મુસાફરો સહી સલામત નીચે ઉતરી ગયા હતા. જાણવા મળતી માહિતી મુજબ ઘણા મુસાફરોનો સામાન બળી ગયેલ છે સદનસીબે કોઈપણ વ્યક્તિને ઈજા થઈ ન હતી.