સાવરકુંડલાં શહેરમાં લાયન્સ કલબ ઓફ સાવરકુંડલા તેમજ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા ટી.બી. પેશન્ટ માટે કિટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શહેરના પટેલ વાડી વજલપરા ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હેલ્થ વિભાગના ડો.મીના, ડો.મનીષ જયાણી, ડો.ધ્રૂવિલ સુચક, સંજયભાઈ મહેતા, તાલુકા સુપરવાઈઝર, હિતેષભાઈ નિમ્બાર્ક, વિજયભાઈ ઉપાધ્યાય, વિનોદભાઈ ખુમાણે આ કિટ વિતરણ કાર્યક્રમમાં પોતાનો સહયોગ આપ્યો હતો.
આ તકે ભકિતરામબાપુ માનવ મંદિર, પ્રતિકભાઈ નાકરાણી, જયંતિભાઈ વાટલિયા, કરશનભાઈ ડોબરીયા, અશોકભાઈ અગ્રાવત, ઘનશ્યામભાઈ ઠુંમર વગેરે મહાનુભાવોએ હાજર રહીને કાર્યક્રમને દિપાવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવામાં લાયન્સ કલબ ઓફ સાવરકુંડલા પ્રેસિડેન્ટ લાયન કમલ શેલાર, લાયન દિપક બોઘરા, લાયન ઘનશ્યામ, લાયન દિવ્યેશ સંઘાણી, લાયન ચેતન પરમાર, લાયન મનોજ વણજારા, લાયન વિજય વિઠલાણી, લાયન આનંદ વણજારા, લાયન વિરાગ વિરાણી, પ્રોજેક્ટ ચેરમેન, લાયન નિલેશ બાર, પ્રોજેક્ટ ચેરમેન તથા લાયન્સ કલબના તમામ મેમ્બર્સે ભારે જહેતમ ઉઠાવીને આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.