સાવરકુંડલાના હાથસણી રોડ પર ચામુંડાપરા પાછળ આવેલ સમસ્ત બાબર જ્ઞાતિ વિદ્યાર્થી ભવન ખાતે ચૈત્ર સુદ પૂનમને હનુમાન જયંતી નિમિત્તે બાપાની મોજ ધૂન મંડળ દ્વારા હનુમાન ચાલીસાના પાઠ, બાબર સમાજના બહેનો દ્વારા ધૂન, કીર્તન, સત્સંગ વગેરે ધાર્મિક કાર્યક્રમોથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બાબર જ્ઞાતિ સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.