વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર તથા આશીર્વાદ ફાઉન્ડેશન અમદાવાદના સંયુક્ત ઉપક્રમે સાવરકુંડલામાં “વોક ફોર હર” નામનું અનોખું આરોગ્ય જાગૃતિ અભિયાન યોજાયું હતું. વર્તમાન સમયમાં મહિલાઓમાં વધતા જતા બ્રેસ્ટ કેન્સરના જોખમને ઘટાડવા અને વહેલા નિદાન અંગે જાગૃતિ લાવવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. આ ઝૂંબેશની વિશેષતા એ છે કે કોઈપણ વ્યક્તિ દ્વારા ચાલેલા દરેક ૫૦૦૦ કદમ બદલ એક જરૂરિયાતમંદ મહિલાનું મેમોગ્રાફી, સોનોગ્રાફી તથા જરૂરી તબીબી તપાસ સાથે નિઃશુલ્ક બ્રેસ્ટ કેન્સર સ્ક્રિનિંગ કરવામાં આવશે. આ સમગ્ર આયોજન લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના મેડિકલ સુપરિટેન્ડન્ટ ડો. પ્રકાશ કટારિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. સંદેશ આપવામાં આવ્યો હતો.