શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા સ્કૂલ જિલ્લા કક્ષા સ્પોટ્‌ર્સ સ્કૂલ કાર્યરત છે. જેના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ મેડલ પ્રાપ્ત કરી શ્રેષ્ઠ સિધ્ધીઓ પ્રાપ્ત કરી રહ્યા છે. જેમાં શ્રીમતી એસ.એચ.ગજેરા સ્કૂલમાં અભ્યાસ કરતા અને હેન્ડબોલ રમતમાં ૧૭મી મીની હેન્ડબોલ બહેનોની નેશનલ ચેમ્પિયનશીપનું આયોજન મુંબઈ (મહારાષ્ટ્ર) ખાતે કરવામાં આવેલ હતું. જેમાં તમગડીયા માનસી, ઝાપડીયા સુનિતા, મેર રિધ્ધી વિદ્યાર્થીનીઓએ રાષ્ટ્રી કક્ષાએ સિલ્વર મેડલ પ્રાપ્ત કરી ગુજરાત રાજય તેમજ અમરેલી જિલ્લા અને શાળા પરીવારનું ગૌરવ વધાર્યુ હતું. આ તકે સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રી મનસુખભાઈ ધાનાણી, ચતૃ્‌રભાઈ ખુંટ, ડાયરેકટર વસંતભાઈ પેથાણી, હેન્ડબોલ કોચ રવિભાઈ નાવડીયા, ડી.એલ.એસ.એસ. સ્ટાફ તેમજ શાળાના આચાર્ય અને સ્ટાફગણે તમામ વિદ્યાર્થીઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવી તેમની સિધ્ધિને બિરદાવી હતી.