ઇંગ્લેન્ડના સ્ટાર બેટ્સમેન જા રૂટે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મોટો ધમાકો કર્યો છે. તેણે શ્રીલંકા સામે શાનદાર સદી ફટકારીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી. શ્રીલંકા સામેની ત્રીજી વનડેમાં સદી ફટકારીને, રૂટ ટેસ્ટ અને વનડે ક્રિકેટમાં ૨૦ કે તેથી વધુ સદી ફટકારનારા વિશ્વના બેટ્સમેનોના ચુનંદા ક્લબમાં જાડાઈ ગયો છે. રૂટ ટેસ્ટ અને વનડે બંને ફોર્મેટમાં ૨૦ સદી ફટકારનાર વિશ્વનો આઠમો બેટ્સમેન બન્યો છે.
ક્રિકેટ ઇતિહાસમાં પ્રથમ વનડે મેચ ૫ જાન્યુઆરી, ૧૯૭૧ ના રોજ મેલબોર્નમાં ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. ત્યારથી ૫૫ વર્ષ વીતી ગયા છે, અને હવે ઇંગ્લેન્ડનો પ્રથમ બેટ્સમેન છે જેણે વનડે અને ટેસ્ટ ક્રિકેટ બંનેમાં ૨૦ સદી ફટકારવાની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.
કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાયેલી વનડે શ્રેણીના નિર્ણાયક મેચમાં, જા રૂટે ૧૦૮ બોલમાં અણનમ ૧૧૧ રનની શાનદાર ઇનિંગ રમી. આ તેની વનડે કારકિર્દીની ૨૦મી સદી હતી, જ્યારે તેના નામે ટેસ્ટ ક્રિકેટમાં ૪૦ થી વધુ સદી છે. આ સદી દરમિયાન, રૂટે વનડે ક્રિકેટમાં ૭૫૦૦ રનનો આંકડો પણ પાર કર્યો.
ટેસ્ટ અને વનડે બંને ફોર્મેટમાં ૨૦-૨૦ સદી ફટકારનાર બેટ્સમેન
સચિન તેંડુલકર – (ટેસ્ટ – ૫૧,વનડે – ૪૯)
રિકી પોઈંટિંગ – (ટેસ્ટ – ૪૧, વનડે – ૩૦)
કુમાર સંગાકારા – (ટેસ્ટ – ૩૮,વનડે – ૨૫)
હાશિમ અમલા – (ટેસ્ટ – ૨૮,વનડે – ૨૭)
એબી ડી વિલિયર્સ – (ટેસ્ટ – ૨૨,વનડે – ૨૫)
વિરાટ કોહલી – (ટેસ્ટ – ૩૦,વનડે – ૫૪)
ડેવિડ વોર્નર – (ટેસ્ટ – ૨૬,વનડે – ૨૨)
જા રૂટ – (ટેસ્ટ – ૪૧,વનડે – ૨૦)
શ્રીલંકા સામેની ત્રીજી વનડેમાં, ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરી અને ૩૫૭ રનનો વિશાળ સ્કોર બનાવ્યો. કેપ્ટન હેરી બ્રુકે ૬૬ બોલમાં અણનમ ૧૩૬ રનની વિસ્ફોટક ઇનિંગ રમી, જ્યારે જા રૂટે એક છેડો પકડી રાખ્યો અને ક્લાસિક શૈલીમાં સદી ફટકારી. બંને વચ્ચેની વિશાળ ભાગીદારીએ મેચને સંપૂર્ણપણે ઇંગ્લેન્ડના પક્ષમાં ફેરવી દીધી. આ વિજય સાથે, ઇંગ્લેન્ડે માત્ર શ્રેણીમાં લીડ જ નહીં પરંતુ તેમની બેટિંગ કૌશલ્ય પણ દર્શાવ્યું. ઇંગ્લેન્ડના ૩૫૭ રનનો પીછો કરતા, શ્રીલંકા સંપૂર્ણ ૫૦ ઓવર પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયું, ૪૬.૪ ઓવરમાં ૩૦૪ રનમાં ઓલઆઉટ થઈ ગયું. આમ, ઇંગ્લેન્ડે ત્રીજી મેચ ૫૩ રનથી જીતી, ત્રણ મેચની વનડે શ્રેણીમાં ૨-૧થી વિજય મેળવ્યો. શ્રીલંકાએ શ્રેણીની પહેલી મેચ જીતી હતી, જ્યારે ઇંગ્લેન્ડે બીજી મેચ ૫ વિકેટથી જીતી હતી.














































