વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂધ્ધ આપત્તિજનક ટીપ્પણી કરનાર યુવકની જૂનાગઢથી ધરપકડ કરવામાં આવી છે.જૂનાગઢના હૈદર નામના યુવાન દ્વારા વડાપ્રધાન મોદી માટે સોશિયલ મીડિયા પર આપત્તિજનક ટીપ્પણી કરાઇ હતી પોલીસ દ્વારા યુવકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરાઇ છે.આ યુવક જૂનાગઢનો રહેવાસી છે.
હૈદર કુરેશી નામના યુવાન દ્વારા વડાપ્રધાન મોદી માટે આપત્તિજનક ટીપ્પણી આઇ લવ માય જૂનાગઢ નામના વોટ્‌સએપ ગ્રુપ પર કરાઇ હતી એટલું જ નહિં તેણે સોશિયલ મીડિયા પર પણ પીએમ વિરૂધ્ધ ખરાબ શબ્દો વાપર્યા હતાં બાદમાં પોસ્ટ ડિલીટ કરી પુરાવાનો નાશ કર્યાે હતો.ત્યારે સમગ્ર મામલો બહાર આવતા જુનાગઢ પોલીસ દ્વારા ગુનો દાખલ કરાયો છે જુનાગઢ પોલીસે આઇપીસીની કલમ મુજબ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.