રોહિત શર્મા સિક્સરઃ રોહિત શર્મા વિસ્ફોટક બેટિંગનો માસ્ટર છે અને માત્ર થોડા બોલમાં મેચનો માર્ગ બદલવાની ક્ષમતા ધરાવે છે. ન્યુઝીલેન્ડ સામેની પહેલી વનડેમાં, તેણે મજબૂત શરૂઆત કરી, પરંતુ બાદમાં તેની ઇનિંગ લંબાવવામાં નિષ્ફળ ગયો અને પેવેલિયન પાછો ફર્યો. તેમ છતાં, તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક મહત્વપૂર્ણ રેકોર્ડ બનાવ્યો છે.
ભારતીય ટીમ માટે રોહિત શર્માએ પ્રથમ વનડેમાં ૨૬ રનની ઇનિંગ રમી, જેમાં બે છગ્ગા અને ત્રણ ચોગ્ગા ફટકાર્યા. કાયલ જેમિસનના બોલ પર મોટો સ્ટ્રોક મારવાનો પ્રયાસ કરતી વખતે, તે કિવી કેપ્ટન માઈકલ બ્રેસવેલના હાથે કેચ આઉટ થયો. મેચમાં બે છગ્ગા ફટકારીને, રોહિતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૬૫૦ છગ્ગા ફટકાર્યા, અને આ સિદ્ધિ હાંસલ કરનાર વિશ્વનો પ્રથમ બેટ્‌સમેન બન્યો. તેની પહેલા કોઈએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ સિદ્ધિ હાંસલ કરી ન હતી.
આ ઉપરાંત, રોહિત શર્મા વનડે ક્રિકેટ ઇતિહાસમાં સૌથી વધુ છગ્ગા મારનાર ઓપનર બન્યો છે, જેણે ક્રિસ ગેઇલનો રેકોર્ડ તોડ્યો છે. રોહિત હવે વનડે ક્રિકેટમાં ઓપનર તરીકે ૩૨૯ છગ્ગા ફટકારી ચૂક્યો છે, જ્યારે ગેઇલે વનડે ક્રિકેટમાં ઓપનર તરીકે ૩૨૮ છગ્ગા ફટકાર્યા હતા.
વનડે ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા મારનારા ઓપનર્સ
ઓપનિંગ બેટ્‌સમેન સિક્સર
રોહિત શર્મા ૩૨૯
ક્રિસ ગેલ ૩૨૮
સનથ જયસૂર્યા ૨૬૩
માર્ટિન ગુપ્તિલ ૧૭૪
સચિન તેંડુલકર ૧૬૭
રોહિત શર્માએ ૨૦૦૭ માં વનડે ડેબ્યૂ કર્યું હતું અને શરૂઆતમાં તે સારું પ્રદર્શન કરી શક્યો ન હતો, પરંતુ ત્યારબાદ મહેન્દ્ર સિંહ ધોનીએ તેને ઇનિંગ્સની શરૂઆત માટે પ્રમોટ કર્યો, અને ત્યારથી તેણે પાછળ વળીને જાયું નથી. તેણે ૨૮૦ વનડે મેચોમાં કુલ ૧૧,૫૪૨ રન બનાવ્યા છે, જેમાં ૩૩ સદી અને ૬૧ અડધી સદીનો સમાવેશ થાય છે.