મેલેરીયા મુક્ત ગુજરાતના ઉદ્દેશને સાકાર કરવા માટે જિલ્લા આરોગ્ય અધિકારી ડા.રશ્મિકાંત જોષી અને જિલ્લા મેલેરીયા અધિકારી ડા.અરુણ કુમાર સિંઘના માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી રાજુલા તળેના ગ્રામ્ય અને શહેરી આરોગ્ય સ્ટાફ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વે, શાળાઓમાં આરોગ્ય શિક્ષણ અને જનજાગૃતિ રેલી દ્વારા વધુ સમાન વિશ્વ માટે મેલેરીયા સામેની લડાઈને વધુ વેગ આપીએની થીમ પર ૨૫ એપ્રિલના રોજ વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મેલેરિયાનું નિદાન સરકારી દવાખાનામાં વિનામૂલ્યે ઉપલબ્ધ હોવાનું અને રાજુલા તાલુકામાં મેલેરીયાના કેસને ડામવા માટે આરોગ્ય સ્ટાફ દ્વારા જનજાગૃતિ રેલી તેમજ ઘરે ઘરે સર્વે કરી મચ્છરના ઉત્પતિ સ્થાનોનો નાશ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી.