રાજુલામાં તત્વજ્યોતિ વિસ્તારમાંથી એક શકમંદ શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ૯ ફેબ્રુઆરીના રોજ રાત્રિના સમયે પોલીસ કોન્સેપ્ટેબલ શંભુભાઈ વાઘેલા અને ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે સુનીલ મનસુખભાઇ ચુડાસમા (ઉ.વ. ૨૮) નામનો શખ્સ બંધ દુકાનોના તાળા ફંફોળતો મળી આવ્યો હતો. કોઈ મોટી ચોરી કે મિલકત વિરુદ્ધનો ગુનો કરવાના ઈરાદે લપાતા-છુપાતા રખડતા આ શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આ ઘટના અંગે એ.એસ.આઇ. બી.એમ. વાળાએ આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









































