રાજુલા તાલુકાની ઉચૈયા પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન સંચાલક કમ કુકની જગ્યા પર લાયકાત ધરાવતા હોય તેઓ અરજી કરી શકે છે. ઉંમર મર્યાદા ઓછામાં ઓછી ૨૦ વર્ષ અને વધુમાં વધુ ૫૫ વર્ષ છે.
આ માટે લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારોએ તા.૩૦ જૂન,૨૦૨૩ બપોરના બે વાગ્યા સુધીમાં અરજીપત્રક મામલતદાર, રાજુલાની ટપાલ શાખાને પહોંચાડવાનું રહેશે.
સ્થાનિક રહેવાસી અને મહિલા ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવશે. રાજ્ય સરકારના નિયમાનુસાર માનદ વેતન મળવાપાત્ર છે તેમ મામલતદાર, રાજુલાની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.