ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચાના ઉપાધ્યક્ષ અને અમરેલી જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ મનીષ સંઘાણીની રાષ્ટ્રીય સહકારી પ્રશિક્ષણ અને અનુસંધાન સંસ્થામાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદે નિમણૂક કરવામાં આવી છે. આ સંસ્થા સહકારી ક્ષેત્રની તાલીમ અને સંશોધનનું કાર્ય કરે છે, ત્યારે આ મહત્વની જવાબદારી મળતા સમગ્ર અમરેલી જિલ્લામાં ખુશીની લહેર જોવા મળી છે. આ નિમણૂકને પગલે જિલ્લાના સહકારી આગેવાનો દ્વારા મનીષ સંઘાણીને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.