રાજ્યમાં કાળજાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. આકાશમાંથી પણ જાણે અગનગોળા વરસી રહ્યા છે. ભાવનગર શહેરની જો વાત કરીએ તો અહીં ગરમીનો પારો ૩૭ ડિગ્રીને પાર પહોંચ્યો છે. આસમાનમાંથી જાણે અગનગોળા વરસી રહ્યા છે. અસહ્ય ગરમીને કારણે લોકો કામ સિવાય ઘરની બહાર નીકળવાનુ ટાળી રહ્યા છે. તાપથી બચવા માટે લોકો ઠંડા પીણા, શેરડીના રસ, લીંબુ પાણી, આઈસ ગોલાનો સહારો લઈ રહ્યા છે. શરીરને ઠંડક આપવા અને લૂ થી બચવા લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે.
આ તરફ ઉનાળામાં વધતી પાણીની જરૂરિયાતને ધ્યાને રાખી ભાવનગર મનપાએ પણ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ભાવનગરમાં ૧૭૭ સ્ન્ડ્ઢ પાણીની જરૂરિયાત સામે ૧૭૧ સ્ન્ડ્ઢ પાણી મળ્યુ છે. જેથી હજુ પણ ૭ થી ૮ એમએલડી પાણીની ઘટ પડી રહી છે. આ દરમિયાન જો કોઈ પાઈપલાઈનમાં ક્ષતિ સર્જાય તો પાણીનું આયોજન ખોરવાઈ જાય. આ સમસ્યાના નિવારણ માટે મનપા કમિશનરે સરકાર સમક્ષ માગણી કરી છે કે આગામી દિવસોમામ મહિપર યોજનામાંથી ૯૦ એમએલડી પાણી મેળવવવા માટે એગ્રીમેન્ટ કરવામાં આવે. એગ્રીમેન્ટ બાદ મહીપરીએજ માંથી ઓછામાં ઓછું ૭૨ અને વધુમાં વધુ ૯૯ એમએલડી પાણી મેળવી શકાશે.