ભારતે સેમિફાઈનલમાં ઇંગ્લેન્ડને ૪ રનોથી પરાજય આપીને ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા ૨૦ ઓવરમાં ૫ વિકેટે ૧૬૪ રન બનાવ્યા હતા. ભારત તરફથી સૌથી વધુ રન
સ્મૃતિ મંધાનાએ ૩૨ બોલમાં ૬૧ રન ફટકાર્યા હતા. તેણે ૮ ચોગ્ગા અને ૩ છગ્ગા ફટકાર્યા હતા. તો જેમિમા રોડ્રિગ્યુસે ૩૧ બોલમાં ૪૪ રન માર્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી સૌથી વધુ વિકેટ ફ્રેયા કેંપે ૨ વિકેટ લીધી હતી. કેથરીન બ્રુન્ટે અને નતાલી સ્કિવરે ૧-૧ વિકેટ લીધી હતી. ભારતે આપેલા ૧૬૫ રનના ટાર્ગેટનો પીછો કરતા ઇંગ્લેન્ડ ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૬૦ રન જ કરી શક્યુ હતુ. ભારત તરફથી સૌથી વધુ વિકેટ સ્નેહ રાણાએ ૨ વિકેટ ઝડપી હતી. દિપ્તી શર્માએ ૧ વિકેટ લીધી હતી. ઇંગ્લેન્ડના કુલ ત્રણ બેટરો રનઆઉટ થયા હતા. ઇંગ્લેન્ડ તરફથી સૌથી વધુ રન કેપ્ટન નતાલી સ્કિવરે ૪૩ બોલમાં ૪૧ રન કર્યા હતા.