(એ.આર.એલ),ભાવનગર,તા.૧૩
રાજ્યના સૌથી મોટા બોગસ એકાઉન્ટ કાંડમાં ભાવનગર પોલીસે પ્રથમ આરોપીને ઝડપી પાડ્યો છે. ભાવનગર વરતેજ પોલીસમાં ત્રણ દિવસ પહેલા ડમી એકાઉન્ટકાંડ અંગેની ફરિયાદ નોંધાઈ હતી.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, ભાવનગરના આ ડમી એકાઉન્ટ કાંડમાં રાજસ્થાન. મુંબઈ અને ચેન્નાઈમાં અલ્પ શિક્ષિત વ્યક્તના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને લોનના નામે એકાઉન્ટ ખોલાવી બોગસ પેઢીઓ ઊભી કરી હતી. બોગસ એકાઉન્ટ કાંડમાં વરતેજ પોલીસે કિશોર ખસિયા નામના ષડયંત્રકારની ધરપકડ કરી છે જેને કોર્ટમાં હાજર કરતા દસ દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે. સમગ્ર બોગસ પેઢીનું એકાઉન્ટ કાંડ ૧૦૦ કરોડ રૂપિયાથી વધુનું થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. સમગ્ર એકાઉન્ટ કાંડમાં કુલ પાંચ વિરુદ્ધ ફરિયાદ નોંધાયી છે જેમાં પ્રથમ આરોપીની ધરપકડ થઇ ચૂકી છે.
જા કે આ કેસમાં આશ્ચર્યની વાત એ છે કે આ બોગસ પેઢીઓ ખોલવામાં આવી છે જેની તપાસ જીએસટી વિભાગના બદલે વરતેજ પોલીસના પીએસઆઇને સોંપવામાં આવી છે