બગસરા તાલુકાની ૪૨ પ્રાથમિક શાળામાં સમાવિષ્ટ તમામ ૭૪ બુથમાં સવારે ૯ કલાકથી ‘તમારા મતદાન મથકને જાણો’ કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છ બુથ, મતદાન મથક વિશે જાણકારી અને ચુનાવ પાઠશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વધુમાં વધુ મતદાન કરવા તથા અન્ય પાંચ વ્યક્તિને મતદાન કરવાનાં શપથ લેવડાવવામાં આવ્યા હતા. આગામી ૭ મેના રોજ મતદાન થવાનું છે ત્યારે લોકો વધુમાં મતદાન કરે તેને ધ્યાનમાં રાખીને આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રફુલભાઈ સાવલિયા, તમામ આચાર્ય, મતદાન મથકના બી.એલ.ઓ.એ મતદારોને માર્ગદર્શન પુરુ પાડેલ તેમજ મતદાન વિશે સમજ આપી હતી.