: વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજારી તરીકે પોલીસકર્મીઓને તૈનાત કરવાને લઈને વિવાદ શરૂ થયો છે. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે આ કૃત્યની નિંદા કરી, મંદિરમાં પૂજારી તરીકે પોલીસકર્મીઓને તૈનાત કરવાનો આદેશ આપનાર અધિકારીને સસ્પેન્ડ કરવાની માંગ કરી. વારાણસી પોલીસ કમિશનર મોહિત અગ્રવાલની સૂચના પર, ધોતી કુર્તા પહેરેલા અને કપાળ પર ત્રિપુંડ પહેરેલા પુરૂષ પોલીસકર્મીઓ અને સલવાર કમીઝમાં મહિલા પોલીસકર્મીઓ મંદિરમાં તૈનાત કરવામાં આવી છે.
આ વ્યવસ્થા પર સવાલ ઉઠાવતા એસપી ચીફ યાદવે ‘ઠ’ પર એક પોસ્ટમાં કહ્યું, “ક્યા ‘પોલીસ મેન્યુઅલ’ અનુસાર પૂજારીના કપડામાં પોલીસકર્મીઓ રાખવા યોગ્ય છે? અખિલેશ યાદવે કહ્યું કે, આ પ્રકારના આદેશ આપનારાઓને સસ્પેન્ડ કરી દેવા જાઈએ. આવતીકાલે કોઈ ગુંડા આનો ફાયદો ઉઠાવીને નિર્દોષ જનતાને લૂંટશે તો સરકાર અને વહીવટીતંત્ર શું જવાબ આપશે? પૂર્વ મુખ્યમંત્રીએ આ કૃત્યને ‘નિંદાપાત્ર’ ગણાવ્યું હતું. અખિલેશ યાદવે પોતાની પોસ્ટમાં ૩૫ સેકન્ડના ન્યૂઝ વીડિયોની ક્લિપ પણ શેર કરી છે, જેમાં ભગવા કપડામાં પોલીસકર્મીઓ પરિસ્થિતિને સંભાળતા જાવા મળે છે.
વારાણસીના પોલીસ કમિશનર મોહિત અગ્રવાલે પત્રકારોને જણાવ્યું હતું કે લોકો દૂર-દૂરથી દર્શન માટે આવતા હોવાથી તેઓ પૂજારીઓ પ્રત્યે આદર ધરાવે છે. તેમણે કહ્યું કે મંદિરમાં ફરજ અન્ય સ્થળો કરતાં અલગ છે કારણ કે અહીં પોલીસને વિવિધ પ્રકારની ભીડનું સંચાલન કરવું પડે છે. અગ્રવાલે કહ્યું હતું કે, “ભક્તોને પોલીસ દ્વારા ધક્કો મારવાથી દુઃખ થાય છે, જા પૂજારી સાથે પણ આવું જ થાય છે તો તેઓ તેને હકારાત્મક રીતે લે છે. ‘નો ટચ પોલિસી’ના પગલે પૂજારીના વેશમાં સજ્જ પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવી રહ્યા છે. પોલીસ કમિશનરે ભક્તોની સુવિધા અને સહકાર માટે શ્રીકાશી વિશ્વનાથ મંદિરના ગર્ભગૃહમાં પૂજારીના પોશાકમાં પોલીસ જવાનોને તૈનાત કરવાનો આદેશ આપ્યો હતો અને બુધવારથી તેની શરૂઆત કરવામાં આવી હતી.