આજકાલ જન્મદિન નિમિત્તે બર્થડે પાર્ટીઓ કરીને મોંઘીદાટ ઉજવણી કરવાનું ચલણ વધતું જાય છે. ગોંડલના વ્રજ ગ્રુપના ધવલભાઈ સાવલિયાએ દીકરી વાન્યાના જન્મદિનની ખોડલધામ મંદિર કાગવડ ખાતે ધ્વજારોહણ કરી ઉજવણી કરી છે. ધવલભાઈ બન્ને દીકરીના નામે દર મહિનાની ૧૬ તારીખ અને ૨૬ તારીખે સેવાકીય કાર્ય કરે છે. દર મહિનાની ૨૬ તારીખે માન્યાના નામે વીરપુર ખાતે આવેલ માવતર વૃદ્ધાશ્રમમાં સાંજના સમયે વૃધ્ધોને જમાડવામાં આવે છે. આ તકે ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ, ટ્રસ્ટીઓ, જેતપુર ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, ગોંડલ ULD કન્યા છાત્રાલયના પ્રમુખ વિઠ્ઠલ ધડુક, જ્યોર્તિરાદિત્યસિંહ જાડેજા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.