ધારીના દહીંડા ગામે એક પતિએ તેની પત્નીને કમર બેલ્ટથી ફટકારી હતી. જેના કારણે તેને કાનમાંથી લોહી નીકળી ગયું હતું. ઉપરાંત પતિએ પેટમાં પાટા મારીને મુંઢ ઈજા પહોંચાડી જાનથી મારવાની ધમકી આપી હતી. બનાવ અંગે ગુલાબબેન વાળા (ઉ.વ.૩૫)એ પતિ જયરાજભાઈ દડુભાઈ વાળા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, પતિ છેલ્લા થોડા સમયથી તેને કોઈને કોઈ બહાને ત્રાસ આપતો હતો. તેણે કમર બેલ્ટ વડે મારતાં કાનમાંથી લોહી નીકળે તેવી ઈજા કરી હતી. તેમજ પેટમાં પાટા મારી મુંઢ ઈજા કરીને જાનથી મારવાની ધમકી આપી હતી. ચલાલા પોલીસ સ્ટેશનના માધવજીભાઈ લક્ષ્મણભાઈ ડાભી વધુ તપાસ કરી રહ્યા છે.