કપાસઃ
ખાતર આપવાની રીતો
સામાન્ય રીતે કપાસના પાકમાં ખાતર છાંટીને, જમીનની અંદર ખેતી ઓજારો દ્વારા પાકના પાન ઉપર સીધો છંટકાવ કરાવીને (ખાસ કરીને નાઈટ્રોજન તત્વ), પાકમાં આપવાનાં પાણી સાથે વિગેરે દ્વારા આપી શકાય છે.
નાઈટ્રોજન યુકત ખાતરો પાકનાં જીવનકાળ દરમ્યાન જરૂરિયાત મુજબ એક કરતાં વધારે હપ્તામાં આપવામાં આવે છે. પૂર્તિ ખાતર આપવાનો આધાર પાકનો પ્રકાર, પાક લેવાનો હેતુ, પાકનો જીવનકાળ, જમીનનો પ્રકાર, પિયત વ્યવસ્થા વિગેરે ઉપર આધાર રાખે છે. કપાસના તેમજ પાકમાં નીંદામણ કર્યા પછી જ પૂર્તિ ખાતર આપવું જોઈએ.
કપાસના પાકમાં સંકલિત જીવાત નિયંત્રણઃ
સામાન્ય રીતે કપાસ પાકમાં જીવાત નિયંત્રણ માટે ૬(છ) પદ્ઘતિઓ જેવી કે,(૧) કર્ષણ પધ્ધતિ, (ર) યાંત્રિક પધ્ધતિ, (૩) ભૌતિક પધ્ધતિ, (૪) ફેરોમેન ટ્રેપનો ઉપયોગ, (પ) જૈવિક નિયંત્રણ અને (૬) રાસાયણિક પધ્ધતિ છે. આ બધી જ પદ્ધતિઓનું જીવાતની પ્રવૃતિ અને ખાસિયતોને ધ્યાને લઈ તેનું સંકલન કરી દરેક પદ્ધતિઓનો થોડો ફાયદો મેળવી જીવાત નિયંત્રણ કરવાથી તેનું અસરકારક પરિણામ મેળવી શકાય છે.
કપાસમાં સંકલિત જીવાત નિયંત્રણ માટે નીચે જણાવેલ પદ્ધતિઓને કપાસની
વૃધ્ધિ અવસ્થાએ તેમજ જુદી જુદી જીવાતોના નુકસાન અને ખાસિયતોને ધ્યાને લઈ સમયાંતરે તેનો ઉપયોગ કરવો જોઈએ.
પાકની ફેરબદલી કરવી.
ફેરોમેન ટ્રેપ ગોઠવી જીવાતની મોજણી કરવી.
પિંજર પાક દિવેલાની વાવણી કરવી લશ્કરી ઈયળનું નિયંત્રણ કરી શકાય છે.
પિંજર પાક ગલગોટાની વાવણી કરવી લીલી ઈયળનું નિયંત્રણ કરી શકાય છે.
ખેતરમાં પરજીવી પરભક્ષીઓની જાળવણી કરવી.
પરજીવી ટ્રાયકોગ્રામાનો ઉપયોગ કરી જીંડવાની ઈયળનું નિયંત્રણ કરી શકાય છે.
પરભક્ષી ક્રાયસોપાનો ઉપયોગ કરી ચૂસિયા પ્રકારની અને જીંડવાની ઈયળોને કાબુમાં રાખી શકાય છે.
કપાસમાં લીલી ઈયળ અને લશ્કરી ઈયળ માટેનું વિષાણુંયુકત દ્રાવણ(એન.પી.વી.) અનુક્રમે ૪પ૦ અને રપ૦ ઈયળ યુનિટ પ્રતિ હેકટરે છાંટવાથી ઈયળોમાં રોગ ઉત્પન્ન થાય છે ને ઈયળ નાશ પામે છે.
ખેતરમાં પક્ષીઓને બેસવાની વ્યવસ્થા ગોઠવવી.
ચૂસીયા પ્રકારની જીવાતોના નિયંત્રણ માટે
બ્યુવેરીયા બાસીયાના ૮૦ થી ૧૦૦ ગ્રામ + ડાયમીથોએટ ૧૦ થી ૧૫ મિ.લિ. પ્રતિ પંપ
બ્યુવેરીયા બાસીયાના ૮૦ થી ૧૦૦ ગ્રામ + થાયોમીથોકઝામ ૩ થી ૪ ગ્રામ પ્રતિ પંપ
બ્યુવેરીયા બાસીયાના ૮૦ થી ૧૦૦ ગ્રામ + કાર્બોસલ્ફાન ૭ થી ૧૦ મિ.લિ. પ્રતિ પંપ
સુકારો ઃ
કપાસના ધરુ મૃત્યુનો રોગ વાવેતર બાદ એક માસ દરમ્યાન આવતો હોઈ છુટા છવાયા નાના ધરુ સુકાતા જોવા મળે કે તુરત ડાયથેન એમ – ૪૫, અથવા કોપર ઓકઝીકલોરાઈડ અથવા કાર્બેન્ડાઝીમ મિશ્રણ સુકાતા છોડની આજુબાજુના ૫૦ – ૬૦ છોડના થડ પાસે રેડવુ તથા ૪ થી ૫ દિવસ પછી યુરિયા કે એમોનિયમ સલ્ફેટ આપવું.
મગફળી
ચોમાસા દરમ્યાન વરસાદ પૂરતો અને સપ્રમાણ થયેલ હોય તો મગફળી પાકને વધારાના પિયત આપવાની જરૂર રહેતી નથી.
પરંતુ, જો ફૂલ આવવા, સૂયા ઉતરવા અને ડોડવામાં દાણાના વિકાસ થવાની અવસ્થાએ વરસાદ ન હોય અને જમીનમાં ભેજની ખેંચ જણાય તો વધારાનું પિયત આપવાથી સારૂ
આભાર – નિહારીકા રવિયા ઉત્પાદન મેળવી શકાય છે.
દરિયાકાંઠાની હલકી પ્રતવાળી છીછરી જમીનમાં વરસાદની અછતમાં પાકને બચાવવા પુરતુ જ કૂવાના પાણીથી પિયત આપવુ.
મુંડાના નિયંત્રણ માટે ૫હેલો સારો વરસાદ થયા ૫છી શેઢા-પાળા ૫ર આવેલા બાવળ, બોરડી, સરગવો, લીમડો વગેરે ઝાડના ડાળા હલાવી નીચે પડેલ ઢાલિયાને વીણાવી લઈ કેરોસીનવાળા પાણીમાં નાશ કરવો.
ખેતરની ચારે બાજુ આવેલા બાવળ, બોરડી, સરગવો, લીમડો વગેરે ઝાડ ઉ૫ર કાર્બારીલ ૫૦ વેપા ૪૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.
ઉગસૂકનો રોગ (એસ્પરજીલસ નાઈઝર)ઃ
લક્ષણો ઃ રોગને કારણે બીજનું સ્ફુરણ થયા પહેલા સડી જાય. ઉગવાની શકિત ગુમાવે. ચાસમાં ખાલા પડેલ જગ્યાએથી ખોલતાં કાળા ફૂગના બીજાણુંથી છવાયેલ બીજ મળે તેને ઉગાવાનો પ્રથમ સડો કહેવાય. રોગ અંકુર નીકળી ગયા બાદ લાગે તો ફૂગ બીજપત્ર પર દેખાય અને આખો છોડ સુકાઈ જાય. આ રોગ છોડ ૧ થી ૧.પ ત્યાં સુધી દેખાય. થડ પર કાળા ચાઠા પડી છોડ જમીનના લેવલથી પડી સુકાઈ જાય છે.
નિયંત્રણ ઃ
રોગ બીજ અને જમીન મારફતે ફેલાય છે. નુકસાન વગરના તંદુરસ્ત બીજ વાવવા.
મગફળી ઉપાડયા બાદ સારી રીતે સુકવવી.
બીજને પ્રતિ કિ.ગ્રા. ૩ થી ૪ ગ્રામ કેપ્ટાન અથવા થાયરમ અથવા મેન્કોઝેબ અથવા ટેબુકોનેઝોલ દવાનો પટૃ આપીને વાવવા.
થડ / ડોડવાનો સડો
લક્ષાણો ઃ
જમીનની લગોલગ તથા અંદર થડ ઉપર આછા ભુખરા રંગનાં ધાબા દેખાય. થડ ઉપર સફેદ ફૂગના તાંતણા દેખાય જેમા ફૂગની ગોળાકાર સફેદ રંગની પેશીઓ બને. વખત જતા આ પેશીઓ (સ્કલેરોશીયા) રાઈના દાણા જેવી બને છે. સફેદ ફૂગ ડોડવા પર પણ જોવા મળે. જેને કારણે દાણાં જાંબુડીયા રંગના થઈ જાય. રોગ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તો આખો છોડ સફેદ ફૂગના તાંતણાંથી ધેરાઈ જાય. અંતે આખો છોડ સુકાઈ જાય છે.
નિયંત્રણ ઃ
આ રોગ ખાસ કરીને જમીન મારફતે ફેલાય છે.
ધાન્ય પાકોની પાક ફેરબદલી કરવી.
જમીનમાં સેડવેલ સેન્દ્રીય ખાતર નાંખવું.
અસરગ્રસ્ત વિસ્તારમાં મગફળીમાં પાળા ન ચડાવવા.
અડદ
નિંદણ નિયંત્રણ માટે ફલીઝાલોફોપ – ઈથાઈલ ૪૦ ગ્રામ/હે. વાવેતર બાદ ૨૦ દિવસે છંટકાવ કરવો.
ચણા અને મગ તથા અન્ય પાકમાં મૂળખાઈ સુકારા માટે ટ્રાઈકોર્ડમાં વીરીડી અથવા ટ્રાઈકોર્ડમાં હરજીયાનમનો ઉપયોગ કરો.
રીલે પાક
આંતરરીલે પાકમાં બે મગફળીની લાઈન પછી એક તુવેર અથવા ત્રણ મગફળીની લાઈન પછી એક એરંડાની લાઈનનું વાવેતર કરવું .