દામનગરમાં ઉનાળાનું અમૃત છાશ વિતરણ કેન્દ્રનો રામનવમીના પાવન પર્વએ ગાયત્રી મંદિર ખાતે જ્યોત્સનાબેન વાઢેરના વરદ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. જીવદયા પરિવાર, નંદી સેવા ટ્રસ્ટ, ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ, ગાયત્રી પરિવાર, લેઉવા પટેલ પ્રગતિ મંડળ, અનસૂયા ક્ષુધા કેન્દ્ર, સિનિયર સિટીઝન સહિતની સામાજિક સંસ્થાઓના સંકલનથી આ કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
જેમાં વિવિધ સામાજિક, સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. દરરોજ સવારના ૬-૩૦ કલાક થી ૭-૩૦ કલાક સુધી નિયમિત રીતે ગાયત્રી મંદિર ખાતેથી જરૂરિયાતમંદ પરિવારોને છાશ મેળવી લેવા અનુરોધ કરાયો છે.