ડોનાલ્ડ ટ્રમ્પે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. પત્રમાં, રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું, “મધ્ય પૂર્વમાં શાંતિને મજબૂત બનાવવા અને વૈશ્વિક  સંઘર્ષોને ઉકેલવા માટે એક નવો બોલ્ડ અભિગમ અપનાવવા માટે, ભારતના વડા પ્રધાન તરીકે, તમને આ મહત્વપૂર્ણ, ઐતિહાસિક અને ભવ્ય પ્રયાસમાં મારી સાથે જાડાવા માટે આમંત્રિત કરવાનું મારા માટે ખૂબ જ સન્માનની વાત છે.૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ, મેં ગાઝા સંઘર્ષ ૨૦૨૫ ના અંત માટે વ્યાપક યોજનાની જાહેરાત કરી, જેમાં ૨૦-પોઇન્ટ રોડમેપનો સમાવેશ થાય છે જેને આરબ વિશ્વ, ઇઝરાયલ અને યુરોપ સહિત તમામ મુખ્ય વિશ્વ નેતાઓ દ્વારા ઝડપથી અપનાવવામાં આવ્યો. આ યોજનાને આગળ વધારવા માટે, ૧૭ નવેમ્બરના રોજ, યુએન સુરક્ષા પરિષદે ઠરાવ ૨૮૦૩ અપનાવ્યો, આ પહેલનું સ્વાગત અને સમર્થન કર્યું.
હવે આ બધા સપનાઓને વાસ્તવિકતામાં ફેરવવાનો સમય છે. આ યોજનાના કેન્દ્રમાં શાંતિ બોર્ડ છે, જે અત્યાર સુધીનું સૌથી પ્રભાવશાળી અને પરિણામ-આધારિત બોર્ડ છે, જે એક નવા આંતરરાષ્ટીય સંગઠન અને સંક્રમણ શાસન વહીવટ તરીકે સ્થાપિત થયું છે.
અમારા પ્રયાસો પ્રતિષ્ઠિત રાષ્ટ્રો ના જૂથને એકસાથે લાવશે જે સ્થાયી શાંતિ નિર્માણની મહાન જવાબદારી નિભાવવા માટે તૈયાર છે. આવનારી પેઢીઓ માટે સન્માનપૂર્વક નેતૃત્વ કરવા અને સુરક્ષિત અને સમૃદ્ધ ભવિષ્ય સુનિશ્ચિત કરવા. અમે નજીકના ભવિષ્યમાં અમારા ઉત્કૃષ્ટ અને પ્રતિબદ્ધ ભાગીદારોને બોલાવીશું, જેમાંથી મોટાભાગના ખૂબ જ આદરણીય વિશ્વ નેતાઓ છે.