રાષ્ટિય સુરક્ષા અધિનિયમ હેઠળ આસામની જેલમાં બંધ કટ્ટરવાદી શીખ અમૃતપાલ સિંહના વકીલે દાવો કર્યો હતો કે તે (સિંહ) પંજાબની ખદુર સાહિબ બેઠક પરથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે ૨૦૨૪ની લોકસભા ચૂંટણી લડશે. અમૃતપાલના પિતા તરસેમ સિંહે કહ્યું કે તેઓ ગુરુવારે તેમના પુત્રને મળ્યા પછી જ આ મામલે ટિપ્પણી કરશે. જા કે, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે અમૃતપાલ સિંહે શરૂઆતમાં રાજકારણમાં જાડાવામાં કોઈ રસ દાખવ્યો ન હતો.
ખાલસાએ કહ્યું, “હું આજે ભાઈ સાહેબ (અમૃતપાલ સિંહ)ને ડિબ્રુગઢ સેન્ટ્રલ જેલમાં મળ્યો હતો અને મીટિંગ દરમિયાન મેં તેમને વિનંતી કરી હતી કે ‘ખાલસા પંથ’ના હિતમાં, તેમણે આ વખતે સંસદ સભ્ય બનવા માટે ખડૂર સાહિબથી ચૂંટણી લડવી જાઈએ.” જરૂરી. ખાલસાએ દાવો કર્યો, “ભાઈ સાહેબે પંથના હિતમાં મારી વિનંતી સ્વીકારી છે… તેઓ બિન-પક્ષીય ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે.”
‘વારિસ પંજાબ દે’ સંગઠનના વડા અમૃતપાલ સિંહની ગયા વર્ષે એપ્રિલમાં ધરપકડ કરવામાં આવી હતી અને તેમની સામે કડક રાષ્ટિય સુરક્ષા કાયદોલાગુ કરવામાં આવ્યો હતો. અમૃતપાલ તેના નવ સહયોગીઓ સાથે હાલમાં ડિબ્રુગઢ જેલમાં બંધ છે.