અમરેલી લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર જિલ્લાનો પ્રવાસ ખેડી રહ્યાં છે. કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અદ્‌ભુત આવકાર મળી રહ્યો છે. આજરોજ જેનીબેન ઠુમ્મર ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવાસ ખેડી રહ્યાં છે. જયાં ગ્રામજનોએ જેનીબેન ઠુમ્મરને ફુલડે વધાવી જીત માટેના આશીર્વાદ આપ્યા હતા. ખાંભા તાલુકાના મોટા બારમણ, ડેડાણ, ધારગણી, ધારી, ભાડેર, હામાપુર, જુના વાઘણીયા, સરાકડીયા અને જામકા ગામના સ્થાનિક રહીશો અને ઈન્ડિયા ગઠબંધનના કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો. જેનીબેન ઠુમ્મરે પોતાના પ્રવાસમાં ગ્રામજનોને સંબોધન કરતા જણાવ્‍યુ કે આગામી દિવસોમાં કોંગ્રેસ ઈનિ્‍ડયા ગઠબંધનની સરકાર આવશે તો ૩૦ લાખ સરકારી નોકરીઓની ભરતી કરવામાં આવશે. અને તેમાં પ૦% મહિલાઓને અનામત આપવામાં આવશે. અમરેલી જિલ્‍લામાં ધારી તાલુકો અને તેના ગ્રામ્‍ય વિસ્‍તારની મુખ્‍ય આવક ખેતી છે. ત્‍યારે આ વિસ્‍તારના ખેડૂતોને પાક વિમો અને ખેતીની ઉપજ પર પૂરતો ભાવ મળે અને કપાસ અને મગફળી સહિતના પાકમાં ખેડૂતોને સારા ભાવ મળે અને ખેડૂતોના પરિવારનો સર્વાંગી વિકાસ થાય તે અમારી પ્રાથમિકતા છે. ધારી પંથકના ગ્રામ્‍ય વિસ્‍તારમાં રસ્‍તા અને કોઝવે સહિતના પ્રશ્નો છે જેના કારણે લોકોને અને ખેડૂતોને મુશ્‍કેલી પડે છે તે દૂર કરવાનો અમારો પ્રયાસ રહેશે. તેમજ જેનીબેન ઠુમ્મરે વધુમાં જણાવ્યું હતું કે આંબાના બગીચા ધરાવતા ખેડૂતોને સરકાર વિમા કવચ પુરૂ પાડે તેવી અમારી માંગણી છે. જિલ્‍લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાતે જણાવ્‍યુ કે બહેનો પણ ઘરે બેઠા મદદરૂપ થઈ શકે તે માટે ગૃહ ઉદ્યોગોને પ્રોત્‍સાહન આપવુ જોઈએ. આ ઉપરાંત કેન્‍દ્રમાં ઈનિ્‍ડયા ગઠબંધનની સરકાર આવશે તો ખેડૂતો માટે જણસીના ભાવની મીનીમમ ગેરંટી એટલે એમ.એસ.પી.ની કાનૂની ગેરંટી, ખેડૂતોને દેવા માફી, ખેડૂતોને બિયારણ, દવા અને ખેતીના સંસાધનોમાં જી.એસ.ટી.માંથી મુકિત, બહેનો માટે ગરીબ પરિવારની મુખ્‍ય બહેનને વાર્ષિક રૂ.૧ લાખ અને સરકારી નોકરીમાં પ૦% આરક્ષણ, મજૂરો માટે મનરેગા અંતર્ગત થતા રાહતકામોમાં રૂ.૪૦૦ સુધી રોજી આપવામાં આવશે. જેનીબેન ઠુમ્‍મર સાથે પ્રવાસમાં જિલ્‍લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત, પૂર્વ પ્રમુખ ડી.કે. રૈયાણી, સુરેશભાઈ કોટડીયા, કાંતિભાઈ સતાસિયા, પ્રદીપભાઈ કોટડીયા, મનીષભાઈ ભંડેરી, રમણીકભાઈ બાળધા, દિલીપભાઈ સતાસીયા, લાલજીભાઈ ચોવટીયા, રવિભાઈ, હિરેનભાઈ ધારી તાલુકા પંચાયત, જગદીશભાઈ તળાવિયા, જગદીશભાઈ પાનસેરીયા, અશોકભાઈ ચાવડા, ચંપુભાઈ, વિશાલભાઈ માલવીયા, ચલાલા શહેર, પ્રતાપભાઈ વાળા, ગભરૂભાઈ વાળા, કાળુભાઈ શેઠ, ધીરુભાઈ મકવાણા, રાહુલભાઇ હરખાણી, સગરભાઈ મકવાણા વગેરે કોંગ્રેસના આગેવાનો તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.