જૂનાગઢમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ રોજગાર સહાયતા અભિયાન શરૂ કરીને ભાજપની અંદરખાને નવો વિવાદ જન્માવ્યો છે. ચાવડાના આ અભિયાનને લઈ સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયા અને માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આકરા પ્રતિભાવ આપ્યા છે.જૂનાગઢમાં ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ રોજગાર સહાયતા અભિયાનની શરૂઆત કરી, જેના હેઠળ તેઓ આજથી ત્રણ દિવસ સુધી માણાવદર, વંથલી અને મેંદરડામાં બેરોજગાર યુવાનો અને મહિલાઓની વ્યથા જાણશે. ચાવડાએ દાવો કર્યો કે તેમનું આ અભિયાન યોગ્ય છે, પરંતુ તેનાથી કેટલાક લોકોના “પેટમાં તેલ રેડાઈ રહ્યું છે.”આ નિવેદનનો વળતો જવાબ આપતા સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાએ ચાવડા પર પલટવાર કર્યો. ખટારિયાએ કહ્યું કે ચાવડા જૂનાગઢમાં પોતાનો દબદબો બનાવી શક્યા નથી, અને આ અભિયાન માત્ર હવાતિયાં છે. તેમણે ચાવડા પર કોંગ્રેસમાં રહીને પણ ગદ્દારી કરવાનો આરોપ લગાવ્યો.બીજી તરફ, માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પણ ચાવડાના અભિયાનને રાજકીય સ્ટંટ ગણાવ્યું. લાડાણીએ કહ્યું કે, દેશ અને ગુજરાતની પરિસ્થિતિ સૌ કોઈ જાણે છે, અને ચાવડા માત્ર રાજકીય નાટકબાજી કરી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે ચાવડાના સમર્થકો જે પાર્ટીમાં જાય ત્યાં તેમનું સ્થાન હોય છે, અને તેઓ કોનું સમર્થન કરે છે તે સૌ કોઈ જાણે છે.પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાના રોજગાર અભિયાનને લઈને હવે સોશ્યલ મીડિયામાં આક્ષેપો થઈ રહ્યા છે. ૧ સપ્ટેમ્બરથી જવાહર ચાવડા વિવિધ વિસ્તારોમાં પ્રવાસ કરી રોજગારી માટે લોકો સાથે મુલાકાત કરશે. જવાહર ચાવડાએ પોતાના સોશ્યલ મીડિયામાં પોસ્ટ મુકતા રાજકારણ ગરમાયું છે. માણાવદર માર્કેટીંગ યાર્ડ ખાતે થી માણાવદર ધારાસભ્ય અરવિંદ લાડાણી અને સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયા એ પણ સોશિયલ મીડિયા પર લાઈવ કર્યું. ધારાસભ્ય અરવિંદ લાડાણી અને સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયાએ જવાહર ચાવડા પર આકરા પ્રહારો કર્યા. ત્યારે પોતાના અભિયાન અંગે જવાહર ચાવડાએ કહ્યું કે, મારું રોજગાર સહાયતા અભિયાન યોગ્ય દિશામાં છે. આનાથી કેટલાક લોકોના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે. સમય આવશે ત્યારે બધાને જવાબ મળી જશે.”જવાહર ચાવડાના નિવેદન સામે દિનેશ ખટારીયાએ કહ્યું કે, તેલ તો એના પેટમાં રેડાયું છે. જેથી તેઓ આવા સ્ટંટ કરી રહ્યા છે. જૂનાગઢ જિલ્લામાં તેઓ પોતાનો દબદબો બનાવી ન શક્્યા, એટલે હવાતિયાં મારી રહ્યાં છે. ભાજપમાં રહેવું હોય તો સામાન્ય કાર્યકર્તા તરીકે જ રહેવું જાઈએ અને કામ કરવું જાઈએ. કોંગ્રેસમાં હતા ત્યારે કોંગ્રેસ સાથે પણ ગદ્દારી કરી હતી.જવાહર ચાવડા નિવેદન સામે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ વળતો જવાબ આપતા કહ્યું, બેરોજગાર સહાયતા અભિયાન માત્ર રાજકીય સ્ટંટ છે. કોઈના પેટમાં તેલ રેડાયું નથી… આ રાજકીય સ્ટંટ છે. બધાને ખબર છે કે અત્યારે દેશ અને ગુજરાતની પરિસ્થિતિ કેવી છે. રાજકીય નાટક બાજી કરી રહ્યા છે જવાહર ચાવડા. તેના સમર્થકો જે પાર્ટીમાં જાય ત્યાં તેનું સ્થાન હોય. સૌ કોઈ જાણે છે કે તે કોને સમર્થન આપી રહ્યા છે. અમારી વચ્ચે કોઈ સમાધાન થવાનો પ્રશ્ન જ નથી જવાહર ચાવડાનું આ રોજગાર સહાયતા અભિયાન ભાજપની આંતરિક રાજનીતિમાં નવો વિવાદ ઉભો કરે છે. ચાવડા ગત વર્ષે ભાજપના જિલ્લા એકમની ગેરકાયદેસર બાંધણી અંગે પણ પીએમ મોદીને પત્ર લખીને ચર્ચામાં આવ્યા હતા.









































