અમરેલી એલસીબી ટીમે જાફરાબાદ સામાકાંઠામાંથી એક યુવકના રહેણાંક મકાનેથી ૨૩૨ બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. પોલીસે કુલ ૧૭,૪૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી હતી. આ સિવાય બગસરા જેતપુર રોડ હુડકો કોલોનીમાંથી એક યુવક પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની વિવિધ બ્રાંડની ૫૬ બોટલ સહિત ૨૨,૮૯૫ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જાફરાબાદના રોહીસામાંથી પણ ૧૬ બોટલ વિદેશી દારૂ પકડાયો હતો. જિલ્લામાં વિવિધ સ્થળેથી ૨૭ લોકો પાસેથી પીવાનો દેશી દારૂ મળ્યો હતો. ટીંબી ચેકપોસ્ટ, દાતરડી ચેકપોસ્ટ અને ભોરીંગડા ચેકપોસ્ટ પરથી એક-એક ઈસમ કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.