સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના કાંધાસર ગામનો શખ્સ ગેરકાયદેસર પિસ્ટલ અને બે જીવતા કારતૂસ સાથે ઝડપાયો છે. જેમાં સુરેન્દ્રનગર એસઓજી ટીમે ૩૦ વર્ષના આ શખ્સને ગેરકાયદેસર પિસ્ટલ અને બે જીવતા કારતૂસ મળી કુલ રૂ. ૧૫,૨૦૦ના મુદામાલ સાથે ઝબ્બે કરી કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્દ્રનગર એસઓજી ટીમના પીઆઇ એચ.જે.ભટ્ટ સહિતનો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, ત્યારે અગાઉથી મળેલી બાતમીના આધારે ચોટીલા તાલુકાના કાંધાસર ગામના અનિલભાઈ વિરાભાઈ ખેતરીયા રહે-ચોટીલાવાળાને ગેરકાયદેસર પિસ્ટલ અને બે જીવતા કારતૂસ સાથે ઝડપી પાડ્‌યો હતો.જેમાં સુરેન્દ્રનગર એસઓજી ટીમે ૩૦ વર્ષના અનિલભાઈ વિરાભાઈ ખેતરીયા નામના શખ્સને ગેરકાયદેસર પિસ્ટલ અને બે જીવતા કારતૂસ મળી કુલ રૂ. ૧૫,૨૦૦ના મુદ્દામાલ સાથે ઝબ્બે કરી કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્દ્રનગર એસઓજી ટીમના આ દરોડામાં પીઆઇ એચ.જે.ભટ્ટ, પીએસઆઇ વી.ઓ.વાળા, પ્રવીણભાઈ આલ, મુન્નાભાઈ રાઠોડ, રવિરાજભાઇ ખાચર અને જગમાલભાઇ અંબારામભાઇ સહિતનો એસઓજીનો સમગ્ર સ્ટાફ સાથે હાજર હતો.