અમદાવાદમાં રમાયેલી ટી ૨૦ વર્લ્ડકપની રોમાંચક ફાઈનલ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડને ૯૬ રનથી હરાવીને ઇતિહાસ રચી દીધો છે. આ જીત સાથે ભારત ત્રીજી વખત ટી-૨૦ વર્લ્ડકપ ચેમ્પિયન  બન્યું છે. ભારતે આપેલા ૨૫૬ રનના વિશાળ લક્ષ્યાંક સામે કિવી ટીમ માત્ર ૧૫૯ રન જ બનાવી શકતા સમગ્ર દેશમાં હાલ દિવાળી જેવો માહોલ સર્જાયો હતો અને ગુજરાતના મુખ્ય શહેરોમાં ક્રિકેટપ્રેમીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા.
અમદાવાદમાં ફાઈનલ મેચને પગલે ઠેર-ઠેર મોટા પડદા લગાવીને લાઈવ પ્રસારણની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભારતની જીત નિશ્ચિત થતા જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ અને શહેરની ગલીઓમાં ભવ્ય આતશબાજી શરૂ થઈ ગઈ હતી. અમદાવાદના સિંધુ ભવન રોડ અને સાબરમતી રિવરફ્રન્ટ સહિતના વિસ્તારોમાં ફટાકડા ફોડી લોકોએ જીતની ઉજવણી કરી હતી.
ભારતની જીત બાદ અમદાવાદમાં ઠેર ઠેર ઉજવણીઓ જાવા મળી હતી. ત્યારે શહેરમાં કિટલી સર્કલ પાસે પણ ક્રિકેટ પ્રેમીઓની ભારે ભીડ ઉમટી પડી હતી. ભારતીય ટીમના ચાહકો કિટલી સર્કલે કિટલીની પ્રતિકૃત્તિ પર ચઢેલા નજરે પડ્યા હતા અને જીતની ખુશી વ્યક્ત કરી હતી.
રાજકોટના જેતપુરમાં ક્રિકેટનો અદભૂત ક્રેઝ જાવા મળ્યો હતો. સ્થાનિક યુવાનો અને ક્રિકેટ રસિકો માટે વિશાળ એલઈડી સ્ક્રીન પર મેચ નિહાળવાનું આયોજન કરાયું હતું. મેચ શરૂ થઈ ત્યારથી જ ઉત્સાહ ચરમસીમાએ હતો. ભારતીય બેટર્સ દ્વારા ફટકારવામાં આવતા દરેક ચોગ્ગા-છગ્ગા પર ઢોલના નાદ અને આતશબાજી સાથે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જેતપુરની બજારોમાં જાણે કોઈ મોટો લોક-ઉત્સવ હોય તેવો માહોલ સર્જાયો હતો.
૨૦૦૭ અને ૨૦૨૪ બાદ હવે ૨૦૨૬માં મળેલી આ ભારતને ત્રીજી જીત મળી છે, ત્યારે આ જીતની ઉજવણીમાં દક્ષિણ ગુજરાતના ભરૂચ અને અંકલેશ્વરમાં પણ ભારે ઉત્સાહ જાવા મળ્યો હતો. અંકલેશ્વર ય્ૈંડ્ઢઝ્ર વિસ્તારમાં ડી.જે.ના તાલે યુવાનો ઝૂમી ઉઠ્યા હતા અને ફટાકડા ફોડીને ‘ઇન્ડિયા-ઇન્ડિયા’ના નારા લગાવ્યા હતા. સાથે સુરત અને વડોદરા જેવા શહેરોમાં પણ લોકો મોડી રાત સુધી રસ્તા પર તિરંગા સાથે જીતની ખુશી મનાવતા નજરે પડ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, વિશ્વ વિજેતા બનેલી ભારતીય ટીમનું વતન પરત ફરતા ભવ્ય સ્વાગત કરવામાં આવશે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ અથવા મુખ્ય માર્ગો પર ટીમ ઇન્ડિયા  નો ‘વિક્ટરી રોડ શો’ યોજાવાની પ્રબળ શક્યત  છે. આ ઐતિહાસિક વિજયને વધાવવા માટે સરકાર અને ક્રિકેટ એસોસિએશન દ્વારા ખાસ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોવાનું મનાય છે.