પ્રકૃતિને દયા,દાન અને દાતારી થી દત્ત ટેકરીને પણ અલંકારથી સજાવતી આપણી પ્રકૃતિ. વિશ્વમાં કેટલાય જંગલો છે પણ ગીરના જંગલની વાત સૌના જીભના ટેરવે રમતી  કરી હોય તો તેનો શ્રેય સાવજને અચૂક આપી શકાય. સંત સાનિધ્યમાં પણ જ્યારે સિંહ નામનુ પાત્ર ઉમેરાઈ ત્યારે અનુભવાય કે જાણે કૃષ્ણએ રણ ભૂમિમાં પ્રતિજ્ઞા તોડી શસ્ત્ર ધારણ કર્યું છે.
સોરઠ કેરી શાનથી ચાલતો.. સત્ય કેરી છટાથી ચાલતો..ધરતીનો ધણી કહેવાતો.. આ પશુ પણ જાણે ધર્મ જાણતો.. અગ્નિ કેરો અંગાર આંખથી વરસાવતો.. જડબું ફાળી એ રુદ્ર સ્વરૂપ દર્શાવતો..ગર્જના કરી ગીર ધ્રુજાવતો.. પોતાના સિદ્ધાંત પર સિદ્ધતા દાખવતો. જંગલના રાજસિંહાસનને શોભાવતો એ સિંહનું વર્ણન કરીએ એટલું ઓછું છે.
આ પ્રકૃતિની ગોદમાં જીવી જાણ્યું હોય તેમણે વાસ્તવિકતામાં કુદરતની ગોદમાં જ જીવન જીવ્યું હોય છે. તેમાં પણ સાવજની આ પ્રકૃતિ એ તો માનવીય પ્રકૃતીને પણ ક્ષણ ભરમાં  આકર્ષિત-પ્રભાવિત કરી દે તેવી અનોખી પ્રકૃતિ.આવી પુણ્યવંતી પાવન ધરતી પર આપણે જન્મ્યા અને જીવીએ તેનાથી મોટું ગર્વ બીજું શું હોઈ શકે.?
ધરતી ને પણ પોતાના આગમનથી ધન્ય બનાવી દે. ગર્જનામાં આઠેય સુરને ભેગા કરી સમુદ્ર વહેડાડાવી દે, સૂર્યના કિરણ સમા તેજની માફક પોતાની આંખોથી અગ્નિ વરસાવી દે, પોતાની જટાથી નીડરતાનું ઉદાહરણ પૂરું પાડી દે, જડબુ ફાડી મનમોહક પણ અતિ ગંભીર વાતાવરણનું સર્જન કરી અકલ્પનિય દૃશ્યનું સર્જન કરી દે તેવા સિંહ ની ધરતી પર જમવાનો અને તેની સાથે બાળપણથી વૃદ્ધાવસ્થા વિતાવવાનો સોનેરી મોકો એ વર્ગને પણ ટક્કર મારતો હોય તેવું અનુભવાય છે.
જેમ ઝરણા વહેતાની સાથે જ મધુર સંગીત ઉત્પન થાય છે. જેમ નદી વહેતાની સાથે જ કચરો સાફ થાય અને નદી-કિનારામા હરિયાળી પ્રવર્તે. જેમ સાગર માં ભરતી ઓટ આવે અને નમકના સર્જનમાં વધારો થાય તેવી જ રીતે સિંહની ધરતી ઉપર સિંહ પોતાનું આગવું પ્રભાવ પડતો હોય છે અને તેના પરિણામ સ્વરૂપે જંગલમાં વસતા નવની પ્રકૃતિ પણ આજ રાજા દિલ સાવજ જેવી જો જોવા મળે છે. વાત વચનના એ પાક્કા હોય છે, એ મરદ હોય, પાઘ-પાઘડીએ એની આબરૂ હોય. મન ના મળેલા હોય, મહેમાનની પધરામણી થી તો માનવ હોય.  સત્ય તેની આંખમાં હોય, દયાના તાર તેની રક્તવાહિની હોય, રક્ત એનું ઈમાનદારીનું હોય, કાળજુ તેનું કઠોર સિંહનું સમાન, હોય હદયનાએ ચોખ્ખા હોય, પણ દયાના તો એ દેવો હોય.  સર્વે ગુણો પ્રકૃતિની ગોદમાં રમતા-રમાડતા,હસ્તા-હસાવતાં એ લોકોમાં આપોઆપ જ સ્થાન લે છે. કારણ કે આ જ પ્રકૃતિની વિશેષતા છે. અને આજે આપણને આ વાતનો ગર્વ ના હોઈ તો આપણાથી મૂર્ખ બીજું કોણ હોઈ શકે?
આ સાવજની ધરામાં જન્મીને જીવનના રંગોને સારી રીતે નીખરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તે જ મારા માટે ઈશ્વરની અદભુત ભેટ છે. આ પ્રકૃતિનો ખોળો ખુંદીને સિંહ સાથે જીવનની અમુક ક્ષણ જીવી જાણી તે જ મારે મન ઈશ્વરે આપેલું અમૃત છે. આ સાસણના સંગમાં..સાવજના સાનિધ્યમાં .. સમયના સથવારે.. સરિતાના સરવાળે સાગરમાં.. જન્મી-રમી મોટો થયો તેનો પ્રભાવ હજુ મારા જીવનના હાર્દમા મધુર સંગીતોના સુરની માફક પ્રવર્તી રહ્યો છે. અને તેની સ્મૃતિ સદા મને ગર્વનો અનુભવ કરાવતી રહી છે અને હજુ કરાવતી રહેશે.
પ્રકૃતિના આ પ્રકાશમાં.. સાસણગીરના આ વિશાળ સાગરમાં.. સિંહના આ સાનિધ્યમાં.. જંગલના આ લોકોના હ્રદયની લાગણીઓમાં.. મારુ જીવન વીત્યું છે. જેનો મને તાજમસ્તક ગર્વ અનુભવાય છે. અને મારા જીવન ઘડતરના પાયાના પથ્થરથી લઈને ટોચના ધ્વજ સુધી સમર્પિત થતી આ પ્રકૃતિનો હું વંદનીય અને આભારી છું.
આવો ક્યારે ગીરના જંગલમાં અને સાવજના રાજમાં પ્રકૃતીના દર્શન કરી ભવ્ય ભારતના ભાગ્યમાં આપણુ જીવન સમર્પિત કરીયે. વંદેમાતરમ