ગાધકડા વીજપડી માર્ગ ઉપર આવેલું વૃક્ષ લોકો માટે જોખમી સાબિત થઈ શકે છે. આ વૃક્ષ તદ્દન સુકાઈ ગયું હોય ઓચિંતા આ વૃક્ષ રોડ ઉપર પડવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે મોટો સવાલ એ છે સરકારી તંત્ર આ મામલે કોઈ પગલા લેશે કે પછી માનવ જિંદગી મુશ્કેલીમાં મુકશે? રોડ ઉપરનું આ વૃક્ષ કોઈ અસ્માત નોતરે તે પહેલા તાત્કાલિક અસરથી હટાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.