તા.૦૭ના રોજ બાયોલોજીકલ સાયન્સ વિષયમાં દેશ-વિદેશના વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણ અને માર્ગદર્શન આપવા બદલ “ડા.અચલ મલ સિંઘવી બાયોલોજીકલ સાયન્સ ટીચર એવોર્ડ-૨૦૨૫” મૂળ અમરેલીના અને હાલ ગાંધીનગરના પ્રોફેસર ડો.ધર્મેશ એન. અધ્યારૂને એનાયત થયો છે. આ સન્માન ગુજરાત સાયન્સ એકેડમી (GSA) દ્વારા આયોજિત ૩૭મી ગુજરાત સાયન્સ કોંગ્રેસની વાર્ષિક કોન્ફરન્સ દરમિયાન અપાયું હતું. મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત ડા. એન. રંજના, સાયન્ટિસ્ટ-H અને ડિરેક્ટર, ફ્યુચરિસ્ટિક ટેકનોલોજી મેનેજમેન્ટ, DRDO,ભારતના હસ્તે એવોર્ડ એનાયત થયો હતો.