ખાંભામાં મીતીયાળા રોડ વિસ્તારમાંથી બે મહિલા સહિત ચાર ઈસમો જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે રોકડા રૂ.૧૪,૯૦૦નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી. મહમદભાઈ અબ્દુલભાઈ પરમાર (ઉ.વ.૨૮), ધીરૂભાઈ રવજીભાઈ મોલાડીયા (ઉ.વ.૫૨) તથા બે મહિલાઓ જાહેરમાં ગંજીપત્તાના પાના વડે તીનપત્તીનો જુગાર રમતાં રોકડા રૂ.૧૪,૯૦૦ સાથે ઝડપાયા હતા. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન.પી.સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે.