રાજુલાના ખાંભલીયા ગામની સીમમાં આવેલા નેવડામાં ભરબપોરે ગોળ કુંડાળુ વળીને જુગાર રમતાં ઈસમો પર પોલીસ ત્રાટકી હતી. જેમાં છ રંગેહાથ ઝડપાયા હતા, જ્યારે એક શખ્સ પોલીસને થાપ આપી ફરાર થવામાં સફળ રહ્યો હતો. પોલીસે કુલ ૧૫,૩૧૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે નીજામશા વલીશા સુમરા, કાદરશા અલારખશા કનોજીયા, સલીમશા અલારખશા કનોજીયા, ભાવેશભાઇ શીશાભાઇ વાણીયા, હરેશભાઇ ચીથરભાઇ મકવાણા, અનિલભાઇ બાબુભાઇ કાતરીયાને દબોચી લીધા હતા. હિતો ભોળાભાઈ જાલોધરા ફરાર થઈ ગયો હતો. પોલીસે સ્થળ પરથી રોકડા ૧૫,૩૧૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જે.એસ.બસીયા વધુ તપાસ કરી રહ્યા છે.