ઉત્તર પ્રદેશના સહારનપુરના દેવબંદથી આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા પર મોટો હુમલો સામે આવ્યો છે. જમિયત ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના મહમૂદ મદનીએ આસામના મુખ્યમંત્રીના તાજેતરના નિવેદન પર ચિંતા વ્યક્ત કરી છે. મૌલાના મદનીએ કહ્યું કે આવા નિવેદનો ખુલ્લેઆમ હિંસા અને નફરતને પ્રોત્સાહન આપે છે. વધુમાં, આ નિવેદનો દેશના લોકશાહી અને બંધારણીય માળખા પર સીધો હુમલો છે.
મૌલાના મહમૂદ મદનીએ જણાવ્યું હતું કે કોઈ ચોક્કસ સમુદાયને ડરાવવા, તેમને મતાધિકારથી વંચિત રાખવાની ધમકી આપવી અને તેમના વિરુદ્ધ આર્થિક શોષણને પ્રોત્સાહન આપવું એ ખુલ્લા ફાસીવાદ અને સામૂહિક સજાની માનસિકતા દર્શાવે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આવી વિચારસરણી કોઈપણ સભ્ય, લોકશાહી અને બંધારણીય વ્યવસ્થામાં સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.
મૌલાના મહમૂદ મદનીએ વિનંતી કરી હતી કે આસામના મુખ્યમંત્રીના નિવેદનને ફક્ત ચૂંટણી વ્યૂહરચના ન ગણવી જાઈએ. તેમણે કહ્યું કે આ નિવેદનોને ફક્ત રાજકીય રેટરિક અથવા ચૂંટણી વ્યૂહરચના તરીકે અવગણવા એ લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતો સાથે સમાધાન કરવા સમાન હશે. તેમણે કહ્યું કે આવા ઉશ્કેરણીજનક અને વિભાજનકારી નિવેદનો આપનારાઓ સામે તાત્કાલિક એફઆઇઆર દાખલ કરવી જાઈએ.
” તેમણે કહ્યું કે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ ૨૭ જાન્યુઆરીએ જણાવ્યું હતું કે રાજ્યમાં કોઈ પણ આસામી નાગરિક જીંઇ ને કારણે સમસ્યાઓનો સામનો કરી રહ્યો નથી. ફક્ત મિયાં સમુદાયને જ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેઓ બંગાળી ભાષી મુસ્લિમોનો ઉલ્લેખ કરી રહ્યા હતા. દિગ્બોઈમાં એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે મિયાં સમુદાયના સભ્યોને રાજ્યમાં મતદાન કરવાની મંજૂરી આપી શકાતી નથી. તેમણે બાંગ્લાદેશમાં મતદાન કરવું જાઈએ. “અમે ખાતરી કરી રહ્યા છીએ કે આવા લોકો રાજ્યમાં મતદાન ન કરી શકે,