અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે.કે. પારેખ કોમર્સ કોલેજ ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે ડો. રાધાકૃષ્ણન સર્વપલ્લીની જન્મજયંતી નિમિત્તે ૫ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિન ઉજવાય છે, પરંતુ આ વર્ષે ઈદની રજા હોવાથી એક દિવસ વહેલા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણી અંતર્ગત, કોલેજના વિદ્યાર્થીઓએ શિક્ષકો, પ્રિન્સિપાલ અને પટ્ટાવાળા જેવી ભૂમિકાઓ ભજવી હતી. પાયલ સોલંકી, માનસી ફીણાવા અને મીત આજૂગિયાએ પ્રિન્સિપાલ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો, જ્યારે દિવ્યરાજ ચૌહાણ અને નિધિ પરમારે વાઇસ પ્રિન્સિપાલની ભૂમિકા ભજવી હતી. વિવિધ સેમેસ્ટરના વિદ્યાર્થીઓ હર્ષિલ જોષી, રામ સોલંકી, ધ્રુવીલ ખેર, મિતલ રાઠોડ, મંત શેલડીયા, યશ્વી સરવૈયા, ખુશ્બુ બેલીમ, પાર્થ જેતપુરા, તુલસી ઝાપડિયા, નિધિ હરિયાણી, હિતેન સોલંકી સહિત કુલ ૩૦થી વધુ વિદ્યાર્થીઓએ પ્રોફેસર તરીકે લેક્ચર લઈને જ્ઞાન પીરસ્યું હતું. આયોજનના અંતે સૌ માટે અલ્પાહારની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કમિટી કોઓર્ડિનેટર ડો. એ.કે. વાળા અને કમિટીના અન્ય સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.