લખનૌ સુપર જાયન્ટ્‌સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની આઇપીએલ ૨૦૨૪ની ૩૪મી મેચમાં કેએલ રાહુલે શાનદાર ઈનિંગ રમી હતી. એલએસજીના કેપ્ટન અને વિકેટકીપર રાહુલે લખનઉના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં ૫૩ બોલમાં ૮૨ રન બનાવ્યા હતા. તેણે ૯ ચોગ્ગા અને ૩ છગ્ગા ફટકાર્યા હતા. તેની પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદગી કરવામાં આવી હતી. રાહુલે દિગ્ગજ વિકેટકીપર બેટ્‌સમેન એમએસ ધોનીનો મહારેકોર્ડ તોડી નાખ્યો છે. તે એક ખાસ લિસ્ટમાં નંબર વન બની ગયો છે.
રાહુલ આઇપીએલમાં વિકેટકીપર તરીકે સૌથી વધુ ૫૦ પ્લસ સ્કોર બનાવનારો પ્લેયર બની ગયો છે. તેણે ૨૫મી વખત આ સિદ્ધિ મેળવીને ધોનીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ધોનીએ અત્યાર સુધીમાં આઇપીએલમાં ૨૪ વખત આ સ્કોર બનાવ્યો છે. આમ રાહુલે દિગ્ગજ વિકેટકીપર બેટ્‌સમેન એમએસ ધોનીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ યાદીમાં ત્રીજા સ્થાને રાહુલનો એલએસજી સાથી ખેલાડી કવિન્ટન ડી કોક છે, જેના ખાતામાં ૨૩ ફિફ્ટી પ્લસ ઇનિંગ્સ છે.આરસીબીનો અનુભવી ખેલાડી દિનેશ કાર્તિક (૨૧) ચોથા સ્થાને અને પૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પા (૧૮) પાંચમા સ્થાન પર છે.
આઇપીએલમાં વિકેટકીપર તરીકે સૌથી વધુ ૫૦ પ્લસ સ્કોર
– ૨૫- કેએલ રાહુલ
– ૨૪- એમએસ ધોની
– ૨૩- Âક્વન્ટન ડી કોક
– ૨૨- દિનેશ કાર્તિક
– ૨૧- રોબિન ઉથપ્પા