ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ, ભાજપના પ્રદેશ મહામંત્રી સાથે વિવિધ જિલ્લાઓના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક યોજ્યા બાદ, આજે સુરતમાં ક્ષત્રિય રુપાલા વિવાદ મુદ્દે બોલ્યા હતા. હર્ષ સંઘવીએ કહ્યું કે, રૂપાલાનું નિવેદન ભૂલ છે. આ માટે એક વાર નહીં ૧૦૦૦ વાર માફી માગવી પડે તો પણ માગીશુ. ક્ષત્રિય સમાજને અપિલ કરતા ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું કે, હુ રુપાલા વતી ક્ષત્રિય સમાજની માફી માગુ છુ. અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા પણ માફી માગવામાં આવી છે. રુપાલા દ્વારા પણ માફી માગવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી અને ક્ષત્રિય સમાજ એક સિક્કાની બે બાજુ છે. સમાજે માફી આપવી જાઈએ. અમે હંમેશા કહ્યું છે કે, આ ભૂલ થઈ છે અને કહ્યું છે કે અમને માફી આપો.
હર્ષ સંઘવીએ કહ્યું કે, સમાજના નામે રાજનીતિ કયારેય ના થવી જાઈએ. શક્તિસિંહ ગોહિલને હું વિનંતી કરું છું કે આ પ્રકારે રાજકીય નિવેદન કરવું યોગ્ય નથી. ચૂંટણીઓ તો આવતી રહેશે. હું હાથ જાડીને વિનંતી કરું છું કે, સમાજની રાજનીતિ ક્યારેય ન હોવી જાઈએ. અમે ક્ષત્રિય સમાજને મનાવવા પ્રયાસ કરીએ છીએ અને પ્રયાસ કરતા રહીશું ૧૦૦૦ વાર પણ માફી માગીશું. પણ સમાજના નામ પર ક્યારેય રાજનીતિ ન થવી હોઈએ.
ગઈકાલે પ્રિયકા ગાંધીએ વલસાડ ખાતે પોતાના ભાષણ દરમિયાન આદિવાસીઓના હિતની વાત કરી હતી તેના પર પ્રહાર કરતા હર્ષ સંઘવીએ કહ્યું કે, આદીવાસી વિસ્તારોમાં કોંગ્રેસની સરકાર હતી તે સમયે દૂર દૂર સુધી ગામડાઓમાં શાળા, પાણી અને રસ્તાઓ ન હતા. પ્રિયંકા ગાંધી ભૂલી ગયા કે, ભાજપની સરકારમાં નરેન્દ્ર મોદીની સરકારમાં, ભારતના રાષ્ટિપતિ તરીકે દ્રૌપદી મૂમુનું નામ રજૂ કર્યું હતું તે સમયે પણ કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો હતો.
આજે આદિવાસીઓ બહેનોના ઘરે પાણી પહોંચ્યું, રસ્તા થતા અને શાળાઓ બની છે. આજે આદિવાસી બહેનો રમત ગમત ક્ષેત્રમાં ડંકો વંગાડે છે. મોરારજી દેસાઈની સરકાર તોડવાનું કામ કોંગ્રેસે કર્યું હતું. આદીવાસીઓને તેમના હક્કથી વંચિત રાખવાનું કામ કોંગ્રેસે કર્યું હતું.