આગામી ૨૪ કલાક દરમિયાન દેશના વિવિધ ભાગોમાં કેટલીક જગ્યાએ વરસાદ અને કેટલીક જગ્યાએ ગરમીનું મોજું રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ગંગા પશ્ચિમ બંગાળ, આંતરિક કર્ણાટક, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, દરિયાકાંઠાના ઓડિશા, કોંકણ અને ગોવામાં અલગ-અલગ સ્થળોએ ગરમીની લહેર આવવાની શક્યતા છે. આઇએમડીએ મહારાષ્ટ્રના થાણે અને રાયગઢ જિલ્લાઓ તેમજ મુંબઈના ભાગો માટે ૨૭ થી ૨૯ એપ્રિલ સુધી હીટવેવ એલર્ટ જારી કર્યું છે.
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, અનંતપુર છેલ્લા ૨૪ કલાકમાં દેશનું સૌથી ગરમ સ્થળ હતું જ્યાં મહત્તમ તાપમાન ૪૩.૭ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે ભુવનેશ્વરમાં પારો ૪૩.૨ ડિગ્રી નોંધાયો હતો. જમશેદપુરમાં ૪૨.૬ ડિગ્રી અને પ્રયાગરાજમાં ૪૨.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. દેશના મોટાભાગના રાજ્યોમાં પારો ૪૦ ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૨૮ એપ્રિલ સુધી પૂર્વોત્તર ભારતમાં અલગ-અલગ સ્થળોએ ગાજવીજ અને ભારે પવન સાથે ભારે વરસાદની સંભાવના છે. અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી ૨૪ કલાક દરમિયાન ઉત્તર પશ્ચિમ અને પૂર્વ ભારતમાં મહત્તમ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફારની અપેક્ષા નથી. તે પછી ધીમે ધીમે ૨-૪ ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. જા કે, આગામી ૨૪ કલાકમાં મધ્ય ભારતમાં મહત્તમ તાપમાન ૪-૬ ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે. તે પછી કોઈ નોંધપાત્ર ફેરફાર થશે નહીં.
રાષ્ટિય રાજધાની દિલ્હીમાં બુધવારે મહત્તમ તાપમાન ૩૭.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે ઉનાળાની ઋતુમાં સામાન્ય છે. આગામી ૨૪ કલાક દરમિયાન દિલ્હીમાં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સીયસથી નીચે રહેવાની સંભાવના છે.