સુરત મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે. આ વચ્ચે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલે પાંડેસરા વિસ્તારમાં યોજાયેલી ‘ચાય પે ચર્ચા’ દરમિયાન આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર તીખા પ્રહાર કર્યા હતા.
પાટીલે આપને ખુલ્લો પડકાર આપતા કહ્યું કે, “જા તમારામાં દમ હોય તો ગત ચૂંટણીમાં જીતેલી ૨૭ બેઠકો ફરી જાળવી બતાવો.” તેમના કહેવા મુજબ, ગયા વખતે આપને મળેલી સફળતા માત્ર સંજાગોનું પરિણામ હતું અને હવે લોકો તેમના કાર્યથી અસંતુષ્ટ છે. તેમણે દાવો કર્યો કે આ વખતે ભાજપ આ તમામ બેઠકો પર જીત મેળવી ભગવો લહેરાવશે.
કોંગ્રેસને લઈને પણ પાટીલે કટાક્ષ કર્યો હતો. તેમણે જણાવ્યું કે ૨૦૨૧ની ચૂંટણીમાં કોંગ્રેસ સુરતમાં એક પણ બેઠક જીતી શકી નહોતી અને આ વખતે પણ પરિસ્થિતિમાં કોઈ મોટો ફેરફાર થવાનો નથી. તેમના મતે, કોંગ્રેસનું શહેરમાં અસ્તત્વ નબળું બની ગયું છે અને જનતા હવે તેમને સ્વીકારતી નથી.
કાર્યક્રમ દરમિયાન પાટીલે ભાજપના વિકાસ કાર્યો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વનો ઉલ્લેખ કરતા કહ્યું કે ગુજરાતની જનતા વિકાસ પર વિશ્વાસ રાખે છે. તેમણે કાર્યકરોને ઘર-ઘર જઈને સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવા અને વધુમાં વધુ મતદારો સાથે જાડાવા સૂચના આપી.
પાટીલે ‘આપ’ના કોર્પોરેટરો પર નિશાન સાધતા કહ્યું કે જા તેમણે છેલ્લા પાંચ વર્ષમાં નોંધપાત્ર કામ કર્યું હોત તો તેમને હારનો ડર ન હોત. તેમણે ઉમેર્યું કે મતદારો હવે લાલચમાં આવ્યા વગર વિકાસના આધાર પર મતદાન કરશે.
અંતમાં પાટીલે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સુરત મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીમાં ભાજપને ફરીથી ભવ્ય જીત મળશે અને શહેરમાં ફરી એકવાર ભાજપનું પ્રભુત્વ સ્થાપિત થશે.









































