દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પદ પરથી હટાવવા માટે એક જનહિતની અરજી દાખલ કરવામાં આવી છે તેને લઇ દિલ્હી હાઇકાર્ટ કેજરીવાલને દિલ્હીના મુખ્યમંત્રીના પદેથી હટાવવાની જનહિત અરજી પર આવતીકાલે સુનાવણી કરશે.આ મામલો કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ મનમોહનની અધ્યક્ષતાવાળી બેંચ સમક્ષ યાદીબધ્ધ કરવામાં આવી છે
એ યાદ રહે કે દિલ્હી લિકર પોલિસી કેસમાં ધરપકડ કરાયેલા અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં ઈડીએ કેજરીવાલની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. અરવિંદ કેજરીવાલે બુધવારે દિલ્હી હાઈકોર્ટને વિનંતી કરી હતી કે તેઓ તેમને ઈડીની કસ્ટડીમાંથી તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપે. કેજરીવાલે દલીલ કરી હતી કે ચૂંટણી સમયે તેમની ધરપકડ બંધારણના મૂળભૂત માળખા છે. જા ધરપકડ ગેરકાયદેસર હોય તો કસ્ટડીમાં વિતાવેલો એક કલાક પણ ઘણો લાંબો છે. અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટમાં કહ્યું કે તેમની ધરપકડ જયચંદના નિવેદનના આધારે કરવામાં આવી છે, જે સરકારી સાક્ષી બની ચૂક્યા છે. બુધવારે દિલ્હી હાઈકોર્ટ સમક્ષ આને હાઈલાઈટ કરતાં, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હી એક્સાઈઝ ડ્યુટી પોલિસી કેસ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તેમની ધરપકડ આરોપી વ્યક્તિઓના નિવેદનના આધારે કરવામાં આવી હતી જેઓ પાછળથી સરકારી સાક્ષી બન્યા હતા. જ્યારે તેની સામે અન્ય કોઈ પુરાવા નહોતા. કેજરીવાલના વકીલ સિનિયર એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ આવા સરકારી સાક્ષીઓની સરખામણી મધ્યકાલીન રાજા ‘જયચંદ’ સાથે કરી હતી. જેમણે વિદેશી આક્રમણકારો સાથે જાડાણ કરીને ભારતીય શાસકો સાથે વિશ્વાસઘાત કર્યો હોવાનું કહેવાય છે.’બાર એન્ડ બેન્ચ’ના એક અહેવાલ મુજબ, સિંઘવીએ કહ્યું, ‘આવા લોકોને સરકારી સાક્ષી કહેવામાં આવે છે… આપણા ઇતિહાસમાં, સારા હેતુઓ માટે કે ખરાબ હેતુઓ માટે, અદાલતોએ જયચંદ અને ટ્રોજન હોર્સ જેવા રૂઢિપ્રયોગો સાથે વ્યવહાર કર્યો છે. ઈતિહાસ આ જયચંદ અને ટ્રોજન હોર્સને ખૂબ જ કઠોરતાથી જુએ છે. તેણે દગો આપ્યો છે.’ તેણે કહ્યું કે ‘સરકારી સાક્ષી સૌથી અવિશ્વસનીય મિત્ર છે. સિંઘવીએ આ ટિપ્પણીની વિગતો આપતા કહ્યું કે કેજરીવાલની ધરપકડ એવા લોકોના નિવેદનોના આધારે કરવામાં આવી હતી જેમની અગાઉ આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં સરકારી સાક્ષીઓ ફેરવ્યા બાદ તેમને જામીન આપવામાં આવ્યા હતા.
વરિષ્ઠ વકીલ સિંઘવીએ આરોપ લગાવ્યો કે ‘આરોપીનું નિવેદન નોંધો. એ પગલામાં મારી વિરુદ્ધ કંઈ નથી. આગળનું પગલું એ વ્યક્તિની ધરપકડ કરવાનું છે. તે જેલમાં પીડાય છે અને પછી જામીન માટે અરજી કરવી પડે છે. આગળના પગલા માટે, એએસજીએ કોર્ટને કહ્યું કે ઈડીને જામીન સામે કોઈ વિરોધ નથી. કારણ આપવામાં આવ્યું છે કે ધરપકડ કરાયેલ વ્યક્તિને કમરમાં દુખાવો છે. આગળનું પગલું એ છે કે તે બહાર આવે છે અને મારી વિરુદ્ધ નિવેદન આપે છે. આ પછી તે સરકારી સાક્ષી બને છે. દારૂની નીતિને લઈને દરેક કિસ્સામાં આવું બન્યું છે. બંધારણીય સુરક્ષાને નષ્ટ કરવા માટે આ આઘાતજનક છે.
સિંઘવીએ કહ્યું કે આવા કોઈ નિવેદનની પુષ્ટિ થઈ નથી. આ સંદર્ભમાં સિંઘવીએ રાઘવ મગુંતાના પિતા અને સરથ ચંદ્ર રેડ્ડીના બે લોકોના નિવેદનો પર પણ પ્રકાશ ફેંક્યો. રાઘવ મગુંતા અંગે સિંઘવીએ કહ્યું કે, ‘તેમને ટોર્ચર કરવામાં આવે છે. પિતા નિવેદન આપે છે અને પુત્રને જામીન મળે છે. આવા નિવેદનોનો અર્થ શું છે?’ સરથચંદ્ર રેડ્ડીના સંદર્ભમાં તેમણે કહ્યું કે, ‘એવા બે નિવેદનો છે જે મારા વિરુદ્ધ નથી. ધરપકડ બાદ હવે નિવેદન આવ્યું છે. આ નવ નિવેદનોમાં તે મારી વિરુદ્ધ નથી. આ નવ નિવેદનો ફરિયાદ પક્ષની છ ફરિયાદોમાં નથી. અઢાર મહિના પછી તે ફરી મારા વિરુદ્ધ નિવેદન આપે છે. પછી મારા વિરુદ્ધના તેમના નિવેદનના નવ દિવસ પછી, તેમને તબીબી આધાર પર જામીન મળે છે અને વીસ દિવસ પછી તેમને માફ કરવામાં આવે છે.આમ આદમી પાર્ટી (આપ) ના રાષ્ટ્રય સંયોજક કેજરીવાલે તેમની ધરપકડ અને ત્યારબાદ ઈડી કસ્ટડીમાં ટ્રાન્સફરને પગલે તેમની તાત્કાલિક મુક્તિની માંગ કરી છે. ઈડીએ તેની ૨૧ માર્ચે ધરપકડ કરી હતી