યુએસની એક કોર્ટે ટ્રમ્પ અને અન્ય ઘણા અમેરિકન રાજકારણીઓની હત્યાનું કાવતરં૭ ઘડવાનો આરોપસર ઈરાની સંબંધો ધરાવતા પાકિસ્તાની વ્યક્તિને દોષિત ઠેરવ્યો છે. આ પાકિસ્તાની વ્યક્તિએ ૨૦૨૦ માં માર્યા ગયેલા ઈરાની કુદ્સ ફોર્સ કમાન્ડર કાસિમ સુલેમાનીની હત્યાનો બદલો લેવા માટે આ કાવતરું ઘડ્યું હતું. પાકિસ્તાની વ્યક્તિની ઓળખ ૪૮ વર્ષીય આસિફ રઝા મર્ચન્ટ તરીકે થઈ છે. બ્રુકલિનની એક કોર્ટે આસિફ રઝા મર્ચન્ટને હત્યા માટે કરાર માંગવા અને રાષ્ટ્રીયય સરહદોની બહાર આતંકવાદી કૃત્ય કરવાનો પ્રયાસ કરવા બદલ દોષિત ઠેરવ્યા. મર્ચન્ટને આજીવન કેદની સજા થઈ શકે છે.
યુએસ એટર્ની જનરલ પામેલા બોન્ડીએ જણાવ્યું હતું કે દોષિત આસિફ રઝા મર્ચન્ટ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનું કાવતરું ઘડવા માટે અમેરિકા આવ્યો હતો. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના પ્રશિક્ષિત સભ્ય આસિફ મર્ચન્ટે તેની ટ્રાયલ દરમિયાન સ્વીકાર્યું હતું કે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે તેને ૨૦૨૪ માં આ રાજકીય હત્યાઓ કરવાના ઇરાદાથી અમેરિકા મોકલ્યો હતો. તેણે જણાવ્યું હતું કે સંભવિત લક્ષ્યોમાં ટ્રમ્પ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જાસેફ બિડેન અને સંયુક્ત રાષ્ટ્રમાં યુએસ એમ્બેસેડર નિક્કી હેલીનો સમાવેશ થાય છે. મર્ચન્ટે જણાવ્યું હતું કે તે માને છે કે ટ્રમ્પ જ લક્ષ્ય છે.
અહેવાલો અનુસાર, આસિફ રઝા મર્ચન્ટ એપ્રિલ ૨૦૨૪ માં યુનાઇટેડ સ્ટેટ્સ પહોંચ્યો હતો. જૂનમાં, તેણે ન્યૂ યોર્કમાં કથિત હત્યારાઓનો સંપર્ક કર્યો હતો, જેઓ ગુપ્ત યુએસ કાયદા અમલીકરણ અધિકારીઓ હતા. જાકે, જુલાઈ ૨૦૨૪ માં દેશ છોડતા પહેલા તેની ધરપકડ કરવામાં આવી હતી. યુએસ એટર્ની જનરલ પામેલા બોન્ડીએ જણાવ્યું હતું કે, “આ વ્યક્તિ રાષ્ટ્રપતિ ટ્રમ્પને મારવાના ઇરાદાથી યુએસની ધરતી પર ઉતર્યો હતો, પરંતુ તેના બદલે યુએસ કાયદા અમલીકરણની તાકાતનો સામનો કરવો પડ્યો હતો.” એફબીઆઈના કાર્યકારી સહાયક નિર્દેશક જેમ્સ બાર્નેકલે જણાવ્યું હતું કે આસિફ રઝા મર્ચન્ટે ઈરાની શાસનના ઇશારે યુએસની ધરતી પર કોઈ નેતા અથવા સરકારી અધિકારીની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.








































